મીઠું આપણા આહારનો આવશ્યક ભાગ છે, પરંતુ શું તમે જાણો છો કે તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ઝેર તરીકે પણ કામ કરી શકે છે. મીઠા વગરની વસ્તુઓ ખાવી મુશ્કેલ છે, પરંતુ તેનું સેવન કરતી વખતે તમારે એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી જોઈએ. એક સ્ટડી સામે આવ્યો છે જે મુજબ મીઠું આપણી ત્વચામાં બળતરા પેદા કરે છે. સ્ટડી મુજબ, તેમાં સોડિયમ હોય છે અને તેનું ઉચ્ચ સ્તર આપણી ત્વચા પર ખરજવુંનું જોખમ વધારે છે અથવા આપણને તેનો શિકાર બનાવે છે. ચાલો તમને જણાવીએ કે સ્ટડી શું કહે છે…