Lion hit by train: અમરેલીના રાજુલા નજીક ચાર સિંહ આવ્યા ટ્રેનની અડફેટે, એક સાવજનું મોત, એક ઈજાગ્રસ્ત | Moneycontrol Gujarati
Get App

Lion hit by train: અમરેલીના રાજુલા નજીક ચાર સિંહ આવ્યા ટ્રેનની અડફેટે, એક સાવજનું મોત, એક ઈજાગ્રસ્ત

Lion hit by train: રાજુલા નજીક ચાર જેટલા સિંહનું ટોળુ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતું હોય ત્યારે ટ્રેન આવી જતા ચાર પૈકી બે સિંહને વન કર્મીએ બચાવી લીધા હતા જયારે બે સિંહ ઉપર આ ટ્રેન ફરી વળતા એક સિંહનું મોત થયું હતું.

અપડેટેડ 02:34:15 PM Jul 21, 2023 પર
Story continues below Advertisement
રાજુલા રેન્જ આર.એફ. ઓ.યોગરાજ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, 4 વન્યપ્રાણી હતા. જેમાં 2 ને રેલવે સેવકોએ બચાવી લીધા હતા.

Lion hit by train: રાજુલા તાલુકાના ઉંચેયા પીપાવાવ રેલવે ટ્રેક પર 4 સિંહો ટ્રેનની અડફેટે આવ્યાં હતા. જેમાં એક સિંહનું મોત થયું હતું. સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જ ગુડ્સ ટ્રેન પસાર થતા રેલવે સેવકો દ્વારા રેલવેના લોક પાટલોટને ટોર્ચ લાઈટ મારી જાણ કરવામાં આવી હતી, જેને પગલે પાયલોટ દ્વારા ઇમરજન્સી બ્રેક મારવામાં આવી હતી. ત્યારે 2 સિંહ સલામત રીતે બચી ગયા હતા. જ્યારે એક નર સિંહનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું અને અન્ય એક સિંહ ઇજાગ્રસ્ત થતા જૂનાગઢ પ્રાણીસંગ્રાહાલય ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ તમામ સિંહો 1 થી 3 વર્ષના હતા.

વનવિભાગે તપાસ કરી શરૂ

આ ઘટના બાદ વનવિભાગના ડીસીએફ, રાજૂલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ સહિત વનવિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો? સિંહો ક્યાં વિસ્તારમાંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા, તેને લઈ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.


એક સિંહ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો

રાજુલા રેન્જ આર.એફ. ઓ.યોગરાજ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, 4 વન્યપ્રાણી હતા. જેમાં 2 ને રેલવે સેવકોએ બચાવી લીધા હતા. ઈમરજન્સી બ્રેક મારવામાં આવતા 2નો બચાવ થયો હતો. જ્યારે એકનું મોત થયું છે અને એક સિંહ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે.

સાવરકુંડલા- રાજુલા-પીપાવાવ પોર્ટ સુધી ગુડ્સ ટ્રેન 24 કલાક દોડતી હોય છે અને આવા સમયે સિંહો ટ્રેક ઉપર આવી જવાના કારણે અકસ્માત સર્જાય છે. ભૂતકાળમાં 10 થી વધુ સિંહોના ટ્રેક હડફેટે મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક સિંહનું મોત થયું છે.

આ પણ વાંચો - Modi Surname Remark Case: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં SCએ ગુજરાત સરકાર અને અરજદારને ફટકારી નોટિસ, હવે 4 ઓગસ્ટે સુનાવણી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 21, 2023 2:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.