ઓમાનના તટ પાસે આવેલા અત્યંત સંવેદનશીલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મંગળવારે વહેલી સવારે એક ઓઇલ ટેન્કર પર પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્રિટનની સૈન્ય અને દરિયાઈ દેખરેખ એજન્સી UKMTO (યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ) એ આ ગંભીર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિની પ્રક્રિયા ચાલી રહી છે અને સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં પહેલાથી જ ભારે તણાવનો માહોલ છે.

