Water on Mars: નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ મંગળની સપાટીની નીચે પાણીનો પુષ્કળ ભંડાર શોધી કાઢ્યો છે. આ એક મહાસાગરને ભરવા માટે પૂરતું છે. સપાટીથી ઘણા કિલોમીટર નીચે ખડકોમાં તિરાડો છે. આ તિરાડોની વચ્ચે એટલું પ્રવાહી પાણી છે કે જો એકત્ર કરવામાં આવે તો તે સમુદ્ર બની જાય છે. નાસાએ આ ગણતરી ઇનસાઇટ લેન્ડર પાસેથી મળેલા ડેટા પરથી કરી છે.

