Nushrratt Bharuccha Israel: ઇઝરાયેલ હાલમાં હમાસ તરફથી હુમલાનો સામનો કરી રહ્યું છે. ભારતીય દૂતાવાસે આ હુમલા દરમિયાન દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત પણ કરી છે. હવે એવા સમાચાર છે કે બોલીવુડની જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચા હમાસ આતંકવાદી હુમલા વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. નુસરત ઈઝરાયેલમાં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે હાજર હતી. હાલમાં નુસરત સાથે કોઈ સંપર્ક શક્ય નથી. તેમની ટીમે જણાવ્યું હતું કે શનિવારે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે તેઓ એક બિલ્ડિંગના ભોંયરામાં હતા. પરંતુ ત્યારપછી નુસરતનો કોઈ સંપર્ક કરી શક્યું નથી.



