Israel- Hamas War: ઈઝરાયેલ પર હમાસના હુમલાઓ આજે પણ 8 ઓક્ટોબર, રવિવાર ચાલુ છે. રવિવારે વહેલી સવારે હમાસે ઈઝરાયેલ તરફ અનેક રોકેટ છોડ્યા હતા. જો કે, હમાસ દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને ઇઝરાયેલની આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવવામાં આવી હતી. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના વિસ્તારોમાં પણ હુમલો કર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝાના લોકોને વિસ્તાર ખાલી કરવા અપીલ કરી છે. તેણે કહ્યું કે હું ગાઝાના રહેવાસીઓને કહું છું કે હવે તે વિસ્તાર છોડી દો કારણ કે અમે દરેક જગ્યાએ કડક કાર્યવાહી કરીશું. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે સંરક્ષણ મંત્રીમંડળે હમાસ અને ઈસ્લામિક જેહાદની સૈન્ય અને વહીવટી ક્ષમતાઓને નષ્ટ કરવાના નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે જ્યાં પણ હમાસના આતંકવાદીઓ છુપાયેલા છે, અમે તે જગ્યાને કાટમાળમાં ફેરવી દઈશું.