ODI World Cup 2023 Tickets: ક્રિકેટ વર્લ્ડકપની ટિકિટ વેચાણની આજથી શરૂઆત, જાણો કઈ રીતે મેળવી શકશો | Moneycontrol Gujarati
Get App

ODI World Cup 2023 Tickets: ક્રિકેટ વર્લ્ડકપની ટિકિટ વેચાણની આજથી શરૂઆત, જાણો કઈ રીતે મેળવી શકશો

ODI World Cup 2023 Tickets: ક્રિકેટ વર્લ્ડ કપમાં કુલ 58 મેચ રમાશે. જેમાં 10 અભ્યાસ મેચ સામેલ છે. વિશ્વ કપની મેચ ભારતના 10 શહેરોમાં રમાશે. જેમાં હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાળા, દિલ્હી, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતાનો સામાવેશ થાય છે.

અપડેટેડ 10:43:11 AM Aug 24, 2023 પર
Story continues below Advertisement
ODI World Cup 2023 Tickets: ભારતની મેચની સાથે સાથે અભ્યાસ મેચની ટિકિટની જાણકારી પહેલાં જ સાર્વજનિક કરી દેવાઈ હતી

ODI World Cup 2023 Tickets: ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. ક્રિકેટ ચાહકો લાંબા સમયથી ટિકિટ ખરીદવાની રાહ જોઈ રહ્યાં છે. ભારતની મેચની સાથે સાથે અભ્યાસ મેચની ટિકિટની જાણકારી પહેલાં જ સાર્વજનિક કરી દેવાઈ હતી. હવે BCCIએ જણાવ્યું કે ફેન્સ ટિકિટ કયાંથી ખરીદી શકશે. ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી શરુ. જો કે કેટલાંક ફેન્સ એક દિવસ પહેલા એટલે કે 24 ઓગસ્ટથી જ ટિકિટ ખરીદી શકે છે.

વર્લ્ડ કપમાં કુલ 58 મેચ રમાશે. જેમાં 10 અભ્યાસ મેચ સામેલ છે. વિશ્વ કપની મેચ ભારતના 10 શહેરોમાં રમાશે. જેમાં હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાળા, દિલ્હી, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતામાં રમાશે.ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ઉપરાંત હૈદરાબાદમાં અભ્યાસ મેચ આયોજિત કરાયા છે. BCCIએ જણાવ્યું કે ટિકિટનું વેચાણ વેબસાઈટ પરથી મેચની ટિકિટ ખરીદી શકાશે. આ વેબસાઈટ પર ટૂર્નામેન્ટની મુખ્ય મેચની સાથે સાથે અભ્યાસ મેચની ટિકિટ પણ મળશે. BCCIએ પોતાના ટ્વીટમાં આ વેબસાઈટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

24 ઓગસ્ટથી ખરીદી શકાશે ટિકિટ


ICCએ જણાવ્યું હતું કે ટિકિટનું વેચાણ 25 ઓગસ્ટથી થશે. BCCIએ કહ્યું કે પ્રશંસકો માટે એક સહજ અને વ્યાપક ટિકિટ વેચાણ પ્રક્રિયા સાવધાનીપૂર્વક તબક્કામાં શરુ કરાશે. પ્રારંભિક તબક્કામાં ICCના કોમર્શિયલ પાર્ટનર તરીકે વિશેષ રૂપથી 24 કલાક પહેલા જ એક વિન્ડો ખુલ્લી જશે. જેનો અર્થ એ છે કે જેમની પાસે માસ્ટરકાર્ડ હશે તેઓ 25ની જગ્યાએ 24 ઓગસ્ટથી જ ટિકિટ ખરીદી શકે છે. જેનો ઉલ્લેખ BCCIએ પોતાની વેબસાઈટ પર કરી છે.

ટિકિટ સેલિંગ શિડ્યુઅલ

24 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી વોર્મઅપ મેચને છોડીને તમામ બીન ભારતીય ઈવેન્ટ મેચ.

29 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી અભ્યાસ મેચને છોડીને તમામ ભારતીય મેચ.

14 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યાથી સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ.

ક્યારથી કઈ ટિકિટ મળી રહેશે

25 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી બીન ભારતીય વોર્મ અપ મેચ અને તમામ બીન ભારતીય ઈવેન્ટ મેચ.

30 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતના અભ્યાસ મેચની ટિકિટ.

31 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી ચેન્નાઈ, દિલ્હી અને પુણેમાં ભારતની મેચની ટિકિટ.

1 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી ધર્મશાળા, લખનઉ અને મુંબઈમાં ભારતની મેચની ટિકિટ.

2 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી બેંગલુરુ અને કોલકાતામાં ભારતની મેચની ટિકિટ.

3 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી અમદાવાદમાં ભારતની મેચની ટિકિટ.

15 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ.

અમદાવામાં પહેલી અને છેલ્લી મેચ રમાશે

અમદાવાદમાં 5 ઓક્ટોબરે ઉદ્ધાટન મેચ અને 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. આ વર્લ્ડ કપાં કુલ 10 ટીમ ભાગ લેશે. શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમ ક્વોલિફાયર્સ અંતર્ગત આ ટૂર્નામેન્ટમાં પહોંચી છે.

વર્લ્ડકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે

આ વિશ્વ કપમાં તમામ ટીમ અન્ય 9 ટીમ સામે રાઉન્ડ રોબિટ ફોર્મેટમાં રમશે. જેમાં પોઈન્ટ ટેબલમાં ટોપ ફોરમાં રહેનારી ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવશે અને સેમીફાઈનલમાં જીતનારી ટીમ ફાઈનલમાં ટકરાશે. ગત વખતે ઈંગ્લેન્ડમાં પણ આ ફોર્મેટમાં વર્લ્ડકપનું આયોજન થયું હતું. ત્યારે ઈંગ્લિશ ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

આ પણ વાંચો -Savings Account Limit: સેવિંગ એકાઉન્ટમાં કેટલી રકમ રાખી શકીએ? ક્યારે આવી શકે છે ઈન્કમટેક્સ નોટિસ?

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2023 10:40 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.