Omicron Eris: બ્રિટનમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે. કોવિડ વાયરસ EG.5.1ના નવા પ્રકારે હંગામો મચાવ્યો છે. આ વેરિઅન્ટ લોકોને ખૂબ જ ઝડપથી પોતાની પકડમાં લઈ રહ્યું છે. ઈંગ્લેન્ડના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, EG.5.1 વેરિઅન્ટ ઓમિક્રોનમાંથી ઉદ્દભવ્યું છે. તે ગયા મહિને યુનાઇટેડ કિંગડમમાં પ્રથમવાર મળી આવ્યો હતો. ત્યારથી દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે EG.5.1 ને Eris કોડનેમ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 14.6 ટકા કેસ નોંધાયા છે.

