Parenting tips: બાળકોમાં સ્થૂળતાના આ છે સંકેત, દેખાતા જ થઈ જાવ એલર્ટ, નહીં તો થશે ગંભીર બિમારી | Moneycontrol Gujarati
Get App

Parenting tips: બાળકોમાં સ્થૂળતાના આ છે સંકેત, દેખાતા જ થઈ જાવ એલર્ટ, નહીં તો થશે ગંભીર બિમારી

Parenting tips: વધતા વજનને કારણે બાળકો થોડું કામ કરીને પણ થાકી જાય છે, જે બાદ તેઓ વધારે ઊંઘવા લાગે છે.

અપડેટેડ 12:57:58 PM Aug 18, 2023 પર
Story continues below Advertisement
Parenting tips: બાળકોને સ્થૂળતાથી બચાવો

Parenting tips: આજના સમયમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે સ્થૂળતા. વધતા વજનને કારણે ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો કે સમસ્યાની વાત તો એ છે કે, હવે માત્ર યુવાનો જ નહીં, પરંતુ નાના બાળકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ તેમના બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. આ સાથે જ બાળકનું વજન વધી રહ્યું છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં જણાવેલા કેટલાક સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે બાળકનું વજન વધી રહ્યું છે કે નહીં.

વધારે પડતું ઊંઘવું

વધતા વજનને કારણે બાળકો થોડું કામ કરીને પણ થાકી જાય છે, જે બાદ તેઓ વધારે ઊંઘવા લાગે છે. આવા બાળકો ઊંઘવામાં અને વધુ આરામ કરવામાં જ તેમનો સમય વિતાવે છે. એવામાં જો માતા-પિતા તરીકે તમે બાળકના શરીરમાં આ ફેરફાર જુઓ છો, તો સાવધાન થઈ જાવ. બાળકના સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે, પરંતુ વધુ પડતી ઊંઘ પણ બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.


રમત-ગમતમાં ભાગ ન લેવો

જો તમારું બાળક અન્ય બાળકોની સરખામણીમાં રમતગમતમાં વધુ ભાગ નથી લઈ રહ્યું અને ફિઝીકલ એક્ટિવિટીથી દૂર ભાગી રહ્યું છે તો તેનો અર્થ છે કે તેનું વજન વધી રહ્યું છે. આ સિવાય જલ્દી થાકવું, ફિઝીકલ એક્ટિવિટીથી બચીને રહેવું પણ એવી બાબતો છે જે બાળકના વધતા વજન તરફ ઈશારો કરે છે. આવી સ્થિતિમાં તમે તમારા બાળકને શારીરિક રીતે એક્ટિવ રહેવા માટે કહો.

અનહેલ્ધી વસ્તુઓ ખાવી

ઘણી વખત બાળકો અજાણતા જ એવી વસ્તુઓ ખાઈ લે છે, જે તેમની સ્થૂળતાનું કારણ બની શકે છે. સ્કૂલમાં કેન્ટીનમાંથી સમોસા, બ્રેડરોલ અથવા સ્પ્રિંગ રોલ ખાઈ લે છે. સતત આવી વસ્તુઓ ખાવાથી બાળકનું વજન વધી શકે છે. આવી સ્થિતિમાં માતાપિતાએ તેમના બાળકોની ખોટી ખાવા-પીવાની આદતો પર ધ્યાન આપવું જોઈએ. તેલયુક્ત ખોરાકને બદલે તમે બાળકોને મોસમી ફળો અને શાકભાજી ખવડાવી શકો છો.

શરીરને લઈને પરેશાન થવું

જો તમારું બાળક મિત્રોની વચ્ચે તેમના શરીરને લઈને પરેશાન થઈ રહ્યું છે અને તેમના મિત્રો તેમની મજાક ઉડાવે છે તો આ સંકેત પણ બિલકુલ યોગ્ય નથી. આવી સ્થિતિમાં તમે બાળકને કહો કે તે તેમની બોડી ઈમેજને લઈને પોઝિટીવ રહે. આ સિવાય માતા-પિતાએ પણ તેમના બાળકને સારી અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાની સલાહ આપવી જોઈએ. વધતા વજનને ઘટાડીને બાળકો જીવનમાં સ્વસ્થ રહી શકે છે.

આ પણ વાંચો - ફણગાવેલા મગ ના ફાયદા: મગના 10 ફાયદા વિશે જાણીને તમે આજથી જ કરી દેશો ખાવાનું શરૂ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 18, 2023 12:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.