ભારતીય મનોરંજન ઉદ્યોગ લાંબા સમયથી પાયરસીથી પરેશાન છે. પરંતુ ગત વર્ષના તાજેતરના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગને 2023માં મૂળ કન્ટેન્ટની ચોરી એટલે કે પાયરસીને કારણે 22,400 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. EY અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા બુધવારે જારી કરાયેલા ધ રોબ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. પીટીઆઈના સમાચાર અનુસાર, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મૂળ કન્ટેન્ટની ચોરી (પાઇરસી)ના જોખમોને અસરકારક રીતે ઘટાડવા માટે મજબૂત નિયમન અને સહયોગી પ્રયાસોની જરૂર છે.