આ ફ્રૂટ જ્યૂસ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક, ડાયબિટીઝ અને હાઇ બ્લડ પ્રેશર રહેશે દૂર | Moneycontrol Gujarati
Get App

આ ફ્રૂટ જ્યૂસ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક, ડાયબિટીઝ અને હાઇ બ્લડ પ્રેશર રહેશે દૂર

Benefits of pomegranate: દાડમનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તેનાથી કેન્સરનું જોખમ પણ ઘટાડી શકાય છે. આ પેટ માટે વરદાનથી ઓછું નથી. હૃદયરોગથી બચવા માટે દાડમનું જ્યૂસ નસોને સાફ કરવાનું કામ કરે છે.

અપડેટેડ 01:18:08 PM Nov 28, 2023 પર
Story continues below Advertisement
Benefits of pomegranate: દરેક વ્યક્તિએ દરરોજ એક દાડમ ખાવુ જોઇએ. દાડમ રોગ નાશક ફળમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર દાડમ ખાવાથી શરીરમાંથી અનેક નાની-મોટી બીમારીઓ થાય છે.

Benefits of pomegranate: દાડમ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. દાડમ સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. દાડમ ખાવાથી અપચો, કબજિયાત જેવી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે. દરેક વ્યક્તિએ દરરોજ એક દાડમ ખાવુ જોઇએ. દાડમ રોગ નાશક ફળમાંથી એક છે.

પોષક તત્વોથી ભરપૂર દાડમ ખાવાથી શરીરમાંથી અનેક નાની-મોટી બીમારીઓ થાય છે. એક સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે દાડમમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. આ સાથે દાડમમાં ફ્લેવેનોઇડ્સ હોય છે જે અનેક બીમારીઓમાંથી તમને રાહત અપાવે છે.

દાડમના જ્યૂસના ફાયદા


પાચન સંબંધીત સમસ્યાઓ

દાડમમાં ફાઇબર અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આ કારણે પાચન શક્તિ મજબૂત થાય છે. જે લોકોની પાચન સિસ્ટમ સારી હોય છે એમને બીમારીઓ ઓછી થાય છે. આમ, તમને કબજિયાતની સમસ્યા છે તો તમે દરરોજ એક દાડમ ખાવાનું શરૂ કરી દો.

હૃદયરોગ માટે ફાયદાકારક

હૃદયને સ્વસ્થ રાખવા માટે દાડમ સૌથી ગુણકારી છે. હાર્ટને લગતી તમને કોઇ બીમારી છે તો તમે દાડમ તેમજ એક ગ્લાસ એનો જ્યૂસ પીવાનું શરૂ કરી દો. દાડમનો જ્યૂસ પીવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે.

હાઇ બ્લડ પ્રેશર

જે લોકોને હાઇ બ્લડ પ્રેશરની તકલીફ રહે છે એમના માટે દાડમ સૌથી ગુણકારી છે. દાડમમાં રહેલા ગુણો હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આ માટે તમે દરરોજ ભૂલ્યા વગર એક દાડમ ખાવાનું શરૂ કરી દો. દાડમ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

ડાયાબિટીસ

તમને ડાયાબિટીસ છે તો તમે દરરોજ એક દાડમ ખાવાનું શરૂ કરી દો. તમને દાડમ ભાવતુ નથી તો તમે એનો જ્યૂસ પણ પી શકો છો. દાડમનો જ્યૂસ પીવાથી સુગર કંટ્રોલમાં રહે છે. તમે ડોક્ટરની સલાહ લઇને દાડમ ખાઇ શકો છો.

લોહી વધે

તમે રેગ્યુલર દાડમ ખાઓ છો તો લોહી વધે છે. તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે દાડમનો જ્યૂસ તેમજ દાડમ ખાવાનું શરૂ કરી દો. દાડમનો જયૂસ પીવાથી લોહી વધે છે.

Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનો કહેર, રાજ્યમાં પવન સાથે ઠંડીનો ચમકારો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2023 1:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.