Cough Home Remedy: વાયરલ ઇન્ફેક્શન બાદ આવે છે સુકી ખાંસી ? જાણો શું હોઈ શકે છે કારણ અને સારવાર
Cough Home Remedy: જો સૂકી ખાંસી લાંબા સમય સુધી ચાલુ રહે તો તે વ્યક્તિને ડિપ્રેસન આવી શકે છે. Googleમાં ઘણી ઇન્ફોર્મેશનથી કન્ફ્યુઝ ના થાઓ. જો તમને વાયરલ તાવ પછી ખાંસી આવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને આ સ્ટેપ કરો ફોલો.
Cough Home Remedy: જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય આવી સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો આ ટિપ્સ ઉપયોગી થઈ શકે છે.
Cough Home Remedy: બદલાતા હવામાન સાથે વાયરલ તાવ આવવો સામાન્ય બાબત છે. આમાં, મોટાભાગના લોકોને ઉપરના શ્વસન માર્ગમાં ચેપ લાગે છે. તાવ મટાડ્યા પછી, વાયરલ ખાંસી ઘણા લોકોને ઘણી તકલીફ આપે છે. આમાં દર્દી સૂકી ખાંસીથી પીડાય છે. છાતી પર ભારેપણું અને દુખાવો અનુભવાય છે. ખાંસીનો સમય અલગ અલગ હોઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, ખાંસી સવારે ઓછી થાય છે અને બપોર પછી વધે છે. આ સાથે માથાનો દુખાવો, આંખોમાં આંસુ, બળતરા અથવા શરીરમાં ગરમી જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય આવી સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો આ ટિપ્સ ઉપયોગી થઈ શકે છે.
લાગી શકે છે આટલો સમય
જો તમે વાઇરલ ઇન્ફેક્શન પછી તાવ અને સૂકી ખાંસીમાંથી સ્વસ્થ થયા છો, તો ગભરાશો નહીં. આ સામાન્ય છે પરંતુ બેદરકારી તમને લાંબા સમય સુધી ખાંસીની ઝપેટમાં પાછી ધકેલી શકે છે. વાયરલ પછીની ખાંસી 3થી 8 અઠવાડિયા સુધી રહી શકે છે. તેથી, જો તમારી ખાંસી લાંબા સમયથી ઠીક થતી નથી, તો ગભરાશો નહીં અથવા નકારાત્મક રીતે વિચારશો નહીં. જો તમારા મનમાં કોઈ શંકા હોય તો ડૉક્ટરની સલાહ લો અને તેની તપાસ કરાવો. ઘણી વખત લોકો સમજી શકતા નથી કે વિટામિન D અને B12 ની ઉણપ પણ ઠીક થવામાં સમય લાગે છે, તેનો ટેસ્ટ કરાવી લો.
બેદરકારી ના રાખો
આ સમસ્યામાં સૂકી ખાંસી થાય છે એટલે કે લાળ બહાર આવતી નથી. આ કારણે તે વધુ પીડાદાયક લાગે છે. જો દર્દી શરૂઆતમાં સજાગ રહે તો કોઈ સમસ્યા નહીં થાય, બેદરકારી રાખશો તો સમસ્યા વધી શકે છે. તેનું કારણ એ છે કે વાઈરલ ઈન્ફેક્શન પછી આપણી શ્વાસનળી અને ફેફસામાં બળતરા થાય છે. તે સતત ખાંસી સાથે વધે છે અને ચોક્કસ સમય પછી જ ઠીક થઈ જાય છે. આટલા લાંબા સમય સુધી ખાંસી તમારી ઘણી ઊર્જાનો વ્યય કરે છે અને શરીરના અન્ય ભાગો પર પણ તેની નકારાત્મક અસર પડે છે. વાયરલ તાવ મટાડ્યા પછી જો તમને ખાંસી શરૂ થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. મોટાભાગના કિસ્સાઓમાં, ડોકટરો એલર્જીની દવા અથવા એન્ટિહિસ્ટેમાઈન્સ આપે છે.
આદુ એ રામબાણ દવા
ઘરગથ્થુ ઉપચાર તરીકે, તમારે મહત્તમ આરામ કરવો જોઇએ. સાથે તમે આદુનો પ્રયોગ કરી શકો છો. આદુમાં કુદરતી એન્ટિહિસ્ટામાઈન ગુણ હોય છે. તમે આદુને ધોઈ અને છોલીને સવાર-સાંજ ચૂસી શકો છો. ફળો પણ સાવધાની સાથે ખાવા જોઈએ કારણ કે એ જરૂરી નથી કે દરેક ફળ આ ખાંસીમાં ફાયદાકારક હોય, કેટલાક ફળો હિસ્ટામાઈન પણ પેદા કરે છે.
ભાપથી તાત્કાલિક રાહત મળશે
સ્ટીમ લેવાથી તમને આરામ મળશે. સવારે, બપોરે અને સાંજે ત્રણ વખત મોં ખોલીને વરાળ શ્વાસમાં લો. તેનાથી તમારા ફેફસાં અને શ્વાસનળી ખુલશે અને બળતરાથી પણ રાહત મળશે. તમારે શક્ય તેટલું પ્રવાહી લેવું પડશે. જો તમને સાદુ પાણી પીવામાં તકલીફ પડતી હોય તો તમે નારિયેળ પાણી, ગ્રીન ટી કે લીંબુ પાણી પી શકો છો. વિટામિન સી ફાયદાકારક રહેશે. તમે નારંગીનો રસ, આમળા વગેરે પણ લઈ શકો છો.