ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈના લોઅર પરેલમાં પોતાની મિલકત 2.60 લાખ રૂપિયાના માસિક ભાડા પર આપી છે. આ માહિતી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (IGR)ની વેબસાઇટ પર ઉપલબ્ધ મિલકત રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાંથી મેળવવામાં આવી છે, જેની સ્ક્વેર યાર્ડ્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. આ ટ્રાન્જેક્શન જાન્યુઆરી 2025માં નોંધાયેલો હતો. આપને જણાવી દઈએ કે મુંબઈમાં લોઅર પરેલ શહેરના મુખ્ય આવાસ અને વ્યાપારી કેન્દ્રોમાંથી એક છે, જે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને નરીમાન પોઈન્ટ જેવા બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ સાથે ઉત્તમ કનેક્ટિવિટી સાથે પ્રીમિયમ લિવિંગ સ્પેસ ઓફર કરે છે.