Get App

Rohit sharma lost phone: રોહિત શર્માએ ફરી આઇફોન ખોઈ નાંખ્યો, છેલ્લું લોકેશન રાજકોટના રીંગરોડ વિસ્તારમાં મળ્યું

Rohit sharma lost phone: યુટ્યુબ શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં વિરાટ કોહલીએ થોડા વર્ષો પહેલા રોહિત શર્માની ભૂલી જવાની આદતનો ઉલ્લેખ કર્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું હતું કે કેવી રીતે ભારતીય ટીમનો કેપ્ટન હંમેશા પોતાની મહત્વની બાબતો ભૂલી જાય છે. ફરી એકવાર રોહિત શર્માએ પોતાની કિંમતી વસ્તુ ગુમાવી દીધી છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ ઓડીઆઈ બાદ તે પોતાનો આઈફોન ભૂલી ગયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2023 પર 2:51 PM
Rohit sharma lost phone: રોહિત શર્માએ ફરી આઇફોન ખોઈ નાંખ્યો, છેલ્લું લોકેશન રાજકોટના રીંગરોડ વિસ્તારમાં મળ્યુંRohit sharma lost phone: રોહિત શર્માએ ફરી આઇફોન ખોઈ નાંખ્યો, છેલ્લું લોકેશન રાજકોટના રીંગરોડ વિસ્તારમાં મળ્યું
Rohit sharma lost phone: રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ ઓડીઆઈ બાદ તે પોતાનો આઈફોન ભૂલી ગયો હતો.

Rohit sharma lost phone: બુધવારે રાજકોટમાં રમાયેલી ત્રીજી અને ફાઇનલ વનડે બાદ ભારતીય ક્રિકેટ ટીમના સુકાનીએ ફરી એકવાર ભુલકાનો દાખલો બેસાડ્યો છે. મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ક્રિકેટર પોતાનો એપલ આઈફોન ક્યાંક ભૂલી ગયો હતો. રિપોર્ટ્સ અનુસાર મંગળવારે ટ્રેનિંગ સેશન બાદ રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા ગયો હતો અને ત્યાં તેનો ફોન ખોવાઈ ગયો હતો. સ્વીચ ઓફ થતા પહેલા ફોનનું છેલ્લું લોકેશન રાજકોટના રીંગરોડ વિસ્તારમાં દેખાતું હતું. 36 વર્ષીય ક્રિકેટરે આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી.

ક્રિકેટ એસોસિએશને ઘણી શોધખોળ કરી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ફોન ટ્રેસ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને ફોન ક્યાંય મળ્યો ન હતો. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની વસ્તુઓ ભૂલી જવાની વાતો ક્રિકેટ જગતમાં ફેમસ છે. થોડા દિવસો પહેલા, તે હોટલમાંથી ચેકઆઉટ કરતા પહેલા તેનો પાસપોર્ટ ભૂલી ગયો હતો. જો કે હોટલના સ્ટાફે તેમના જવા પહેલા સમયસર પાસપોર્ટ તેમને પહોંચાડી દીધો હતો.

વિરાટ કોહલીએ એક શોમાં ખુલાસો કર્યો

બધા સમાચાર

+ વધુુ વાંચો