Get App

ટ્રમ્પની નવી ચેતવણીથી અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો, બહેરીનમાં અમેરિકન સૈન્ય મથકો પર હુમલાથી વાતચીત ફરી બગડવાના એંધાણ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષ પછી પણ સમજૂતી ન થાય તો ઈરાન પર સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી છે. જાણો બહેરીન હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટની વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 23, 2026 પર 1:02 PM
ટ્રમ્પની નવી ચેતવણીથી અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો, બહેરીનમાં અમેરિકન સૈન્ય મથકો પર હુમલાથી વાતચીત ફરી બગડવાના એંધાણટ્રમ્પની નવી ચેતવણીથી અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો, બહેરીનમાં અમેરિકન સૈન્ય મથકો પર હુમલાથી વાતચીત ફરી બગડવાના એંધાણ
ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની વાતચીતની રણનીતિની આકરી ટીકા કરી હતી.

Strait of Hormuz Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને બંને દેશો વચ્ચે સમજૂતી કરવા માટે ચાલી રહેલી વાતચીત પર ફરી સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના આકરા નિવેદન અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ઈરાનના મિસાઈલ તથા ડ્રોન હુમલાના દાવાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો નવા વર્ષ પછી પણ બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય, તો તેઓ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવાના પક્ષમાં છે. આનાથી હોર્મુઝ સ્ટ્રેટ અંગેની વાતચીત આગળ વધવાની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે.

ઈરાન પર સૈન્ય હુમલાના પક્ષમાં ટ્રમ્પ, અધિકારીઓને ગણાવ્યા 'ટેપ ડાન્સર્સ'

ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની વાતચીતની રણનીતિની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પના નિવેદનના મુખ્ય મુદ્દાઓ નજર કરીએ તો, ટ્રમ્પે કહ્યું કે જો નવા વર્ષ પછી પણ ઈરાન સાથે કોઈ ડીલ કે સમજૂતી નહીં થાય, તો તેઓ ઈરાન પર સૈન્ય હુમલો કરવાના પક્ષમાં છે. ટ્રમ્પે ઈરાનના વાતચીત કરનારા અધિકારીઓને 'પ્રોફેશનલ ટેપ ડાન્સર્સ' ગણાવ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો