World Athletics Championships: હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતને માત્ર એક જ મેડલ (ગોલ્ડ) મળ્યો છે. નીરજ ચોપરાએ આ ગોલ્ડ મેડલ ભારતને ભાલા ફેંકમાં અપાવ્યો હતો. જો કે, આ ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે, ભારત પુરૂષોની 4x400 મીટર રિલે રેસમાં પણ મેડલ મેળવે તેવી અપેક્ષા હતી, પરંતુ ભારતીય ખેલાડીઓ તે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. પુરૂષોની 4x400 મીટર રિલે રેસમાં, મુહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મુહમ્મદ અજમલ વરિયાથોડી અને રાજેશ રમેશની ભારતીય ચોકડી પાંચમા સ્થાને રહી હતી.

