Hottest Month April: દેશના અનેક વિસ્તારો આકરી ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો પરેશાન છે. એપ્રિલ મહિનામાં દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 123 વર્ષમાં પ્રથમ વખત એપ્રિલ મહિનામાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. આનાથી 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો હતો. 1901 પછી પ્રથમ વખત, દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલમાં ગરમીનું મોજું મહત્તમ દિવસો સુધી રહ્યું હતું.

