Apple Obsolete List: જો તમે પણ Appleના iPhone 6 Plusનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારા માટે આ ખરાબ સમાચાર છે. ખરેખર કંપનીએ આ ફોનને Obsolete ગેજેટ્સની યાદીમાં ઉમેર્યો છે. આ લિસ્ટમાં સામેલ થવાનો અર્થ એ છે કે કંપની આ પ્રોડક્ટને કોઈપણ પ્રકારનો સપોર્ટ આપશે નહીં. હવે iPhone 6 Plus માટે ન તો કોઈ હાર્ડવેર ઉપલબ્ધ હશે અને ન તો તેના માટે કોઈ સોફ્ટવેર ઉપલબ્ધ હશે.