Gujarat Class 4 Employees Bonus: ગુજરાત રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી પૂર્વે વિશેષ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ પર, રાજ્ય સરકારે રૂ. 7000 સુધીના એડહોક બોનસની મંજૂરી આપી છે. આ નિર્ણયથી આશરે 16,921 વર્ગ-4ના કર્મચારીઓને સીધો લાભ મળશે.