Vande Bharat Train: જો તમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા છે તો પ્રવાસ માટે વંદે ભારત શ્રેષ્ઠ ઓપ્શન છે. સરકાર ટૂંક સમયમાં દિલ્હીથી દહેરાદૂન સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. આ ટ્રેન શરૂ થયા બાદ માત્ર 5 કલાકમાં દિલ્હીથી દહેરાદૂન જઈ શકાય છે. આ ટ્રેનના રવાના થયા બાદ ઉત્તરાખંડના ધાર્મિક અને પર્યટન સ્થળો સુધી પહોંચવામાં સરળતા રહેશે.
આ યાત્રા કેટલા કલાકમાં પૂર્ણ થશે
દિલ્હીથી દેહરાદૂન વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેન કયા સ્ટેશનો પર રોકાશે તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. જો કે ઘણી મીડિયા ચેનલો અને વેબસાઈટ પર ચાલી રહેલા સમાચારોનું માનીએ તો આ ટ્રેન દિલ્હીથી ઉત્તર પ્રદેશ પાર કરીને ઉત્તરાખંડ પહોંચશે. દિલ્હીથી દેહરાદૂન વચ્ચેની આ ટ્રેન આ ચાર સ્ટેશન મેરઠ, મુઝફ્ફરનગર, રૂરકી અને હરિદ્વાર પર ઉભી રહેશે.
સમય અને ભાડું શું હોઈ શકે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી અને દેહરાદૂન વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેન લગભગ 5 વાગ્યે દિલ્હીથી ઉપડશે અને લગભગ 10 વાગ્યે દેહરાદૂન પહોંચશે. જ્યારે દેહરાદૂનથી આ ટ્રેન સવારે 8 વાગ્યે ઉપડશે અને બપોરે 1 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચશે. જો આ ટ્રેનના ભાડાની વાત કરીએ તો AC ચેરકારમાં આ ટ્રેનનું ભાડું 915 રૂપિયા હશે. અને એસી એક્ઝિક્યુટિવ ચેર કારમાં આ ટ્રેનનું ભાડું 1425 રૂપિયા હશે.