Viral News: શાકાહારી લોકો માટે પનીર બધું જ હોય છે. પરંતુ જ્યારે 'પનીર પ્રેમીઓ'એ ઈન્ટરનેટ પર પનીરમાંથી વધારાનું પાણી કાઢી રહેલા કાકાની આ તસવીર જોઈ તો તેઓ ચોંકી ગયા હતા. કારણ કે આ કાકા પનીરમાંથી વધારાનું પાણી કાઢવા માટે એવી ટેકનિક વાપરી રહ્યા છે જેને જોઇ પનીર ખાવાનો વિચાર જ દિલમાંથી નીકળી જાય. આ જ કારણ છે કે પનીર બનાવવાની આ તસવીર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ ગઈ છે.

