Kannada Actress Ranya Rao Case: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ દુબઈથી 14 કિલો સોનાની દાણચોરી કરતા ઝડપાઈ છે. કેરલના રાજકીય વર્તુળોમાં ઊંચી પહોંચ ધરાવતા સ્વપ્ના સુરેશ પર પણ UAEથી સોનાની દાણચોરીનો આરોપ લાગ્યો છે. દુબઈથી સોનાની દાણચોરીનું કન્સાઈનમેન્ટ ઝડપાયું હોવાના સમાચારો આપણે દરરોજ જોઈએ છીએ. ત્યારે સવાલ ચોક્કસ થાય કે દુબઈ, UAE કે ગલ્ફ દેશોમાંથી જ ભારતમાં ગોલ્ડ શા માટે સ્મગલિંગ કરવામાં આવે છે? શું દુબઈમાં ગોલ્ડ ભારત કરતાં સસ્તું મળે છે? જો તે સસ્તામાં મળે છે તો તે કેટલું સસ્તું છે? આસાન શબ્દોમાં કહીએ તો દુબઈમાં ભારતની સરખામણીમાં સોનાના નીચા ભાવ ત્યાંથી ભારતમાં સોનાની દાણચોરીનું મુખ્ય કારણ છે.