World Animal Day 2023: આજે છે વર્લ્ડ એનિમલ ડે, આ દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો ઈતિહાસ અને મહત્વ
World Animal Day 2023: વિશ્વ પશુ દિવસ દર વર્ષે 4 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના પશુ કલ્યાણ સંગઠન પશુ કલ્યાણના મુદ્દા વિશે જાગરુકતા વધારવા માટે કાર્યક્રમ આયોજિત કરે છે. પશુઓની વિભિન્ન પ્રજાતિઓ કે જે વિલુપ્ત થઈ રહી છે તેમના સંરક્ષણ વિશે ચર્ચા કરવામાં આવે છે.
વિશ્વ પ્રાણી દિવસ એસિસીના સંત ફ્રાન્સિસના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે
World Animal Day 2023: વિશ્વ પશુ દિવસ દર વર્ષે 4 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના પશુ કલ્યાણ સંગઠન પશુ કલ્યાણના મુદ્દા વિશે જાગરુકતા વધારવા માટે કાર્યક્રમ આયોજિત કરે છે. પશુઓની વિભિન્ન પ્રજાતિઓ કે જે વિલુપ્ત થઈ રહી છે તેમના સંરક્ષણ વિશે ચર્ચા કરવામાં આવે છે.
વિશ્વ પ્રાણી દિવસનો ઇતિહાસ
વિશ્વ પ્રાણી દિવસ એસિસીના સંત ફ્રાન્સિસના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે, જે પ્રાણી પ્રેમી અને પ્રાણીઓના મહાન રક્ષક હતા. વિશ્વ પ્રાણી દિવસ સૌપ્રથમ 24 માર્ચ, 1925ના રોજ બર્લિન, જર્મનીમાં સાયનોલોજિસ્ટ હેનરિક ઝિમરમેનની પહેલ પર ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીનો તેમનો ઉદ્દેશ્ય પ્રાણી કલ્યાણ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ દિવસે પ્રથમ કાર્યક્રમમાં 5,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેના માટે પોતાનું સમર્થન પણ આપ્યું હતું. આ પછી, વર્ષ 1929થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજ ઉજવવાનું શરૂ થયું.
વર્લ્ડ એનિમલ વેલફેર દિવસની શરૂઆત કોણે કરી?
વર્લ્ડ એનિમલ ડેનું આયોજન હેનિરક જીમરમને 24 માર્ચ 1925ના જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું. 1929થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજથી મનાવવામાં આવે છે. સૌ પ્રથમવાર આ જર્મનીમાં શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ તે ધીમે-ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું. વર્ષ 1931માં ફ્લોરેન્સ, ઈટલીમાં આયોજિત પશુ સંરક્ષણ સંમેલનને વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે તરીકે 4 ઓક્ટોબર નક્કી કરવા માટે પ્રસ્તાવ પ્રસાર કર્યો અને તે પ્રસ્તાવને મંજૂર કર્યો. પ્રાણીઓના મહાન આશ્રયદાતા એવા સેન્ટ ફ્રાન્સિસને પ્રાણીઓના મહાન સંરક્ષક માનવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે સેન્ટ ફ્રાન્સિસ ઉપદેશ આપતા ત્યારે પ્રાણીઓ તેમની આસપાસ ભેગા થતા હતા. તેમનો જન્મદિવસ પણ 4 ઓક્ટોબરના ઉજવવામાં આવે છે.
આ વર્ષની થીમ શું છે?
દર વર્ષે પ્રાણી કલ્યાણને સમર્પિત આ દિવસ એક વિશેષ થીમ પર આધારિત છે, જેના દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે અથવા તેમનું ધ્યાન કોઈ ચોક્કસ વિષય પર કેન્દ્રિત કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ એનિમલ ડે 2023ની થીમ છે 'મોટા હોય કે નાના, બધાને પ્રેમ કરો'.
આ દિવસની ઉજવણીનો હેતુ શું છે
પ્રાણીઓ પ્રત્યે માનવીય ક્રૂરતા બંધ કરો.
પ્રાણીઓ માટે કુદરતે બનાવેલા જંગલોનું રક્ષણ કરવું.
પ્રાણીઓની લાગણીઓનું સન્માન કરવું.
પ્રાણીઓની સ્થિતિમાં સુધારો.
પશુ ચિકિત્સા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવું.
લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવો.
વન્ય જીવનનું નિયંત્રણ.
પ્રાણીઓમાં પણ મનુષ્ય જેવું જીવન હોય છે, તેથી તેઓ પણ આદરને પાત્ર છે.