International News: છેલ્લા ઘણા મહિનાઓથી દુનિયામાં બે યુદ્ધો ચાલી રહ્યા છે. એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષના ઓક્ટોબરથી સંઘર્ષ ચાલી રહ્યો છે તો બીજી તરફ રશિયા અને યુક્રેન ફેબ્રુઆરી 2022થી યુદ્ધના મેદાનમાં ઉભા છે. આ દરમિયાન અમેરિકાએ ચીનને ઉશ્કેરવા માટે મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે તાઈવાનને US $300 મિલિયનના નવા શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી છે. આ સાથે તે તાઈવાનને સેંકડો સશસ્ત્ર ડ્રોન, મિસાઈલ સાધનો અને સંબંધિત સાધનો વેચશે. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.