અમેરિકાની એક કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેના પર ન્યૂયોર્કના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એક મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. આ મહિલાનું નામ ઈ જીન કેરોલ છે. તેણે ખુદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર આ આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે આરોપને ફગાવી દીધા બાદ કેરોલે તેમના પર માનહાનિનો આરોપ પણ લગાવ્યો હતો. ચુકાદો આપનાર કોર્ટની જ્યુરીમાં છ પુરૂષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યુરીએ ટ્રમ્પને વળતર તરીકે કેરોલને કુલ $5 મિલિયન એટલે કે 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. મેનહટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ત્રણ કલાકથી ઓછા સમય સુધી ચાલેલી સુનાવણી બાદ આ ચુકાદો આપ્યો હતો.

