Border Security: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી સુરક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વાડ કરવાનો નિર્ણય લીધો છે અને સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સરકારે સમગ્ર 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર વાડ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સરહદ પર વધુ સારી દેખરેખની સુવિધા માટે બોર્ડર પેટ્રોલ ટ્રેક પણ બનાવવામાં આવશે.