Free Trade Agreement: ભારત અને કતર આ અઠવાડિયે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) માટે સંદર્ભની શરતોને અંતિમ રૂપ આપવા તૈયાર છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગેની માહિતી આપી હતી. આ મુદ્દો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની 6 ઓક્ટોબરથી શરૂ થતી બે દિવસીય દોહા મુલાકાત દરમિયાન ચર્ચાના કેન્દ્રમાં રહેશે. આ મુલાકાતમાં ગોયલ કતર-ભારત વેપાર અને વાણિજ્ય સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે, જેની સહ-અધ્યક્ષતા કતરના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શેખ ફૈસલ બિન થાની બિન ફૈસલ અલ થાની કરશે.