રાત્રે અંદાજીત 2:30 વાગ્યે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના બાંદ્રા વેસ્ટ સ્થિત ઘરમાં મોટી ચોરી થઈ હતી. ચોરી દરમિયાન સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેને પહેલા છરી વાગી હતી કે ચોર સાથેની ઝપાઝપીમાં તે ઘાયલ થયો હતો. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ બંને આ મામલાની તપાસ કરી રહ્યા છે.

