Agniveer Reservation: અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં ચાર વર્ષ પૂરા કરનારા ભૂતપૂર્વ અગ્નિવીરોને ભારતીય રેલવેએ મોટી ભેટ આપી છે. રેલ્વેએ સેનાની 'અગ્નિપથ' યોજના હેઠળ તેના વિવિધ વિભાગો હેઠળ નોન-ગેઝેટેડ પોસ્ટ્સ પર સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને નિવૃત્ત અગ્નિવીરોને 15 ટકા અનામત (15 percent reservation for Ex-Agniveers) આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 'અગ્નિવીર'ને વય મર્યાદા અને ફિટનેસ ટેસ્ટમાં પણ છૂટ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં ‘અગ્નિવીરો' માટે રિઝર્વેશન પોલિસી પણ વિચારણા હેઠળ છે.

