Appleના CEO ટિમ કુકે PM મોદી સાથે કરી મુલાકાત, કહ્યું- અમે ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે છીએ પ્રતિબદ્ધ - apple ceo tim cook meets pm modi says committed to growing and investing across india | Moneycontrol Gujarati
Get App

Appleના CEO ટિમ કુકે PM મોદી સાથે કરી મુલાકાત, કહ્યું- અમે ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે છીએ પ્રતિબદ્ધ

ભારતમાં કંપનીના બીજા ઓથોરાઇઝ રિટેલ સ્ટોરના ઉદઘાટન પહેલા ટિમ કુક બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગની તસવીર ટ્વિટર પર શેર કરતા કૂકે વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ સાથે તેમણે કહ્યું કે કંપની સમગ્ર દેશમાં વૃદ્ધિ અને ઇન્વેસ્ટ માટે પ્રતિબદ્ધ છે.

અપડેટેડ 11:31:00 AM Apr 20, 2023 પર
Story continues below Advertisement
ભારતમાં કંપનીના બીજા ઓથોરાઇઝ રિટેલ સ્ટોરના ઉદઘાટન પહેલા ટિમ કુક બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગની તસવીર ટ્વિટર પર શેર કરતા કૂકે વડાપ્રધાનનો આભાર માન્યો છે.

સ્માર્ટફોન નિર્માતા એપલના સીઈઓ ટિમ કૂક ભારતની મુલાકાતે છે. ભારતમાં કંપનીના બીજા ઓથોરાઇઝ રિટેલ સ્ટોરના ઉદઘાટન પહેલા ટિમ કુક બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગની તસવીર ટ્વિટર પર શેર કરતા કૂકે વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપની સમગ્ર દેશમાં વૃદ્ધિ અને ઇન્વેસ્ટ માટે પ્રતિબદ્ધ છે.

Thank you Prime Minister @narendramodi for the warm welcome. We share your vision of the positive impact technology can make on India’s future — from education and developers to manufacturing and the environment, we’re committed to growing and investing across the country. pic.twitter.com/xRSjc7u5Ip

— Tim Cook (@tim_cook) April 19, 2023

ટિમ કૂક અને પીએમ મોદીએ મીટિંગ પર શું કહ્યું?


તેમના ટ્વીટમાં, ટિમ કુકે કહ્યું, "ઉષ્માભર્યા સ્વાગત માટે PM @narendramodi તમારો આભાર. અમે ભારતના ભવિષ્ય પર ટેક્નોલોજીની સકારાત્મક અસર વિશે તમારા વિઝનને શેર કરીએ છીએ - શિક્ષણ અને ડેવલપમેન્ટથી લઈને પ્રોડક્શન અને પર્યાવરણ સુધી, કારણ કે અમે સમગ્ર દેશમાં ટેક્નોલોજીને સમર્થન આપવા માટે આતુર છીએ અને વૃદ્ધિ કરવા અને ઇન્વેસ્ટ કરવા માટે પ્રતિબદ્ધ." પીએમ મોદીએ મીટિંગ દરમિયાન ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિશે પણ વાત કરી.

પીએમ મોદીએ ટિમ કુકના ટ્વીટને રીટ્વીટ કરીને કહ્યું, "તમને મળીને આનંદ થયો ટિમ કૂક! વિવિધ વિષયો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરીને અને ભારતમાં ટેકનોલોજીના માધ્યમથી થઈ રહેલા ટેક પરિવર્તનો વિશે વાત કરીને આનંદ થયો."

An absolute delight to meet you, @tim_cook! Glad to exchange views on diverse topics and highlight the tech-powered transformations taking place in India. https://t.co/hetLIjEQEU — Narendra Modi (@narendramodi) April 19, 2023

દિલ્હીમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન થશે

ટિમ કૂક રાષ્ટ્રીય રાજધાનીમાં કંપનીના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ગ્રાહકોનું સ્વાગત કરી રહ્યાં છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં આ બીજા એપલ સ્ટોરના ઉદ્ઘાટનમાં કુક પોતે હાજર રહેશે. તે હાલમાં દિલ્હીમાં છે જ્યાં તે અનેક સેલિબ્રિટીઓને મળી રહ્યાં છે. મંગળવારે મુંબઈમાં એપલના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન સમયે કૂક પણ હાજર રહ્યા હતા. તેમણે સ્ટોરના ડોર ખોલીને કસ્ટમરનું સ્વાગત કર્યું.

દિલ્હીમાં Appleનો સ્ટોર સાકેતના સિલેક્ટ સિટીવોક મોલમાં ખુલવા જઈ રહ્યો છે. 'એપલ સાકેત' નામના આ સ્ટોરની ડિઝાઇન દિલ્હીના જૂના ડોરથી પ્રેરિત છે. જોકે તે મુંબઈના સ્ટોર કરતાં સાઇઝમાં થોડો નાનો છે.

આ પણ વાંચો - ઐશ્વર્યા રાય-અભિષેકની પુત્રીને લઈ ચાલ્યા ફેક ન્યૂઝ, આરાધ્યા બચ્ચને હાઈકોર્ટમાં લગાવી ગુહાર

MoneyControl News

MoneyControl News

First Published: Apr 20, 2023 11:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.