શું ભારત અને માલદીવ ફરી નજીક આવી રહ્યા છે, મુઇઝુએ મોદીના શપથ બાદ વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | Moneycontrol Gujarati
Get App

શું ભારત અને માલદીવ ફરી નજીક આવી રહ્યા છે, મુઇઝુએ મોદીના શપથ બાદ વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

એસ જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી છે. મીટિંગ પછી, જય શંકરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આજે નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝૂને મળીને ઘણો આનંદ થયો. ભારત અને માલદીવ સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું."

અપડેટેડ 11:20:21 AM Jun 11, 2024 પર
Story continues below Advertisement
એસ જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પણ વડાપ્રધાન મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. સોમવારના રોજ, શપથ લીધાના બીજા દિવસે, મુઇઝુએ દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ બેઠક થઈ છે. નવી સરકારની રચનાના થોડા કલાકો બાદ જ થયેલી આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધોને ફરી શરૂ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

નવી દિલ્હીમાં મોહમ્મદ મુઈઝૂને મળ્યા પછી, જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝૂને મળીને ઘણો આનંદ થયો. ભારત અને માલદીવ સાથે મળીને કામ કરવા આતુર છીએ.

Delighted to call on President Dr Mohamed Muizzu of Maldives today in New Delhi.


Look forward to India and Maldives working together closely. @MMuizzu

MoneyControl News

MoneyControl News

First Published: Jun 11, 2024 11:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.