પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે બુધવારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સામે સૌથી મોટી કાર્યવાહી સિંધુ નદી જળ સંધિને સ્થગિત કરવાની છે. ભારતના કડક પગલા બાદ, પાકિસ્તાન સરકારે ગુરુવારે એક મોટી બેઠક પણ યોજી હતી. ભારતની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી અને કહ્યું કે ભારત દ્વારા પાણી રોકવાને યુદ્ધ ગણવામાં આવશે.