May Auto Sales: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે પણ ભારતમાં ઓટો સેક્ટરમાં તેજી, જાણો મારુતિથી લઈને ટાટા સુધીના શાનદાર સેલ્સ રિપોર્ટ | Moneycontrol Gujarati
Get App

May Auto Sales: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે પણ ભારતમાં ઓટો સેક્ટરમાં તેજી, જાણો મારુતિથી લઈને ટાટા સુધીના શાનદાર સેલ્સ રિપોર્ટ

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે પણ મે મહિનામાં ભારતમાં પેસેન્જર વ્હીકલ અને ટુ-વ્હીલરના વેચાણમાં જોરદાર ઉછાળો. મારુતિ, ટાટા, TVS અને મહિન્દ્રા સહિતની કંપનીઓના લેટેસ્ટ સેલ્સ આંકડા વાંચો.

અપડેટેડ 04:48:24 PM Jun 01, 2026 પર
Story continues below Advertisement
પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું વેચાણ અનુમાન કરતા વધુ 42% વધ્યું છે. જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) ના વેચાણમાં રેકોર્ડબ્રેક 85% નો શાનદાર ઉછાળો નોંધાયો છે.

May Auto Sales: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક તણાવ છતાં, ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં મે મહિનામાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. પેસેન્જર વ્હીકલ્સ (PV) અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં ગ્રાહકોની ભારે માંગ નોંધાઈ છે. આંકડાઓ પર નજર કરીએ તો, ટુ-વ્હીલરનું વેચાણ બજારના અનુમાન કરતા ઘણું સારું રહ્યું છે. નીચા બેઝના કારણે સ્થાનિક પેસેન્જર વ્હીકલ માર્કેટમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. આ ઉપરાંત ટ્રેક્ટર સેગમેન્ટના આઉટલૂક પર પણ સૌની નજર ટકેલી છે.

ચાલો જાણીએ ભારતના અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદકોના મે મહિનાના વેચાણના તાજા આંકડા

ટુ-વ્હીલર સેગમેન્ટ: TVS અને બજાજમાં મજબૂત ગ્રોથ

બજાજ ઓટો

મે મહિનામાં કંપનીની નિકાસ (Export) 2 લાખ યુનિટ્સ પર જળવાઈ રહી છે. જ્યારે કંપનીના ગાઈડન્સ મુજબ, સ્થાનિક વેચાણમાં માસિક ધોરણે 10% નો વધારો નોંધાયો છે.


TVS મોટર્સ

કંપનીનું પ્રદર્શન અનુમાન કરતા ઘણું સારું રહ્યું છે. મે મહિનામાં કંપનીના કુલ વેચાણમાં 31% નો જંગી ઉછાળો આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે તમામ સેગમેન્ટમાં 30% થી વધુનો ગ્રોથ નોંધાયો છે.

આઇશર મોટર્સ

રોયલ એનફિલ્ડનું વેચાણ વાર્ષિક ધોરણે 15% વધીને 1.03 લાખ યુનિટ થયું છે. જેમાં 350cc સુધીની બાઈકના વેચાણમાં 19% નો વધારો થયો છે, પરંતુ 350cc થી વધુ ક્ષમતાવાળી બાઈકનું વેચાણ 4% ઘટ્યું છે. જોકે, ઇન્ટરનેશનલ બિઝનેસ (નિકાસ) માં 33% નો મોટો ઘટાડો નોંધાયો છે.

પેસેન્જર વ્હીકલ્સ (PV): મારુતિ અને ટાટાની બોલબાલા

મારુતિ સુઝુકી

મારુતિના આંકડા ચોંકાવનારા અને અનુમાન કરતા વધુ સારા રહ્યા છે. વાર્ષિક ધોરણે કુલ વેચાણ 35% વધ્યું છે. ખાસ કરીને એન્ટ્રી-લેવલની નાની કારના વેચાણમાં 140% નો તોતિંગ ઉછાળો અને UV (યુટિલિટી વ્હીકલ) ના વેચાણમાં 44% નો વધારો જોવા મળ્યો છે.

ટાટા મોટર્સ

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું વેચાણ અનુમાન કરતા વધુ 42% વધ્યું છે. જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) ના વેચાણમાં રેકોર્ડબ્રેક 85% નો શાનદાર ઉછાળો નોંધાયો છે.

હ્યુન્ડાઈ

અન્ય કંપનીઓની સરખામણીમાં હ્યુન્ડાઈનું પ્રદર્શન થોડું નબળું રહ્યું છે. કંપનીનું કુલ વેચાણ 4% ના મામૂલી વધારા સાથે 61,137 યુનિટ્સ નોંધાયું છે.

કોમર્શિયલ વ્હીકલ અને ટ્રેક્ટર સેગમેન્ટ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

મહિન્દ્રાના ઓટો અને ટ્રેક્ટર બંને સેગમેન્ટે બજારમાં દબદબો જાળવી રાખ્યો છે. ઓટો વેચાણ 20% અને SUV વેચાણ 11% વધ્યું છે. ખેડૂતોની સારી માંગને પગલે ટ્રેક્ટરના કુલ વેચાણમાં 22% નો ઉછાળો આવ્યો છે, જે 49,695 યુનિટ્સ પર પહોંચ્યું છે. કંપનીનું માનવું છે કે નાણાકીય વર્ષ 2027 (FY27) માં ઇન્ડસ્ટ્રી સિંગલ-ડિજિટલ ગ્રોથ હાંસલ કરી શકે છે.

ટાટા મોટર્સ

કોમર્શિયલ વ્હીકલના વેચાણના આંકડા થોડા નિરાશાજનક રહ્યા છે. 24% ના અનુમાન સામે કુલ વેચાણ માત્ર 17% વધ્યું છે. જોકે, ડોમેસ્ટિક M&HCV માં 10%, ટ્રકના વેચાણમાં 8 થી 11% અને કાર્ગો તથા પિકઅપ સેગમેન્ટમાં 30% નો વધારો થયો છે.

અશોક લેલેન્ડ

અશોક લેલેન્ડના આંકડા આશા કરતા ઘણા નબળા રહ્યા છે. 8% ના ગ્રોથના અનુમાન સામે કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 3% નો ઘટાડો નોંધાયો છે. LCV (લાઇટ કોમર્શિયલ વ્હીકલ) સિવાયના અન્ય તમામ સેગમેન્ટમાં વેચાણ ઘટ્યું છે.

આ પણ વાંચો-Closing Bell: સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,400 ની નીચે પટકાયો-FMCG, રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2026 4:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.