Kia ev3 electric suv: Kia લાવી રહ્યું છે આ શાનદાર કારનું ઇલેક્ટ્રિક વર્ઝન, રેન્જ 450 કિમી, ફિચર્સ પર એકવાર નજર મારવા જેવી ખરી | Moneycontrol Gujarati
Get App

Kia ev3 electric suv: Kia લાવી રહ્યું છે આ શાનદાર કારનું ઇલેક્ટ્રિક વર્ઝન, રેન્જ 450 કિમી, ફિચર્સ પર એકવાર નજર મારવા જેવી ખરી

kia ev3 electric suv: Kia દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી Kia EV3 આ વર્ષના અંતમાં સેલિંગ માટે ઉપલબ્ધ થશે. કારના લોન્ચિંગની ગ્લોબલ પ્રીમિયર ઈવેન્ટ 23મી મેના રોજ થવા જઈ રહી છે.

અપડેટેડ 04:39:25 PM May 13, 2024 પર
Story continues below Advertisement
kia ev3 electric suv: આગામી Kia EV3 આ વર્ષના અંતમાં સેલિંગ માટે ઉપલબ્ધ થશે.

kia ev3 electric suv: પ્રીમિયમ કાર નિર્માતા Kia ગ્લોબલ લેવલે તેની EV લાઇન-અપને વિસ્તૃત કરવાના પ્રયાસો કરી રહી છે. તેની યોજનાઓને પાંખો આપવા માટે, કંપની ટેક્નોલોજીથી ભરપૂર EV3 લોન્ચ કરવા માટે તૈયાર છે. બ્રાંડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીઝર ઈમેજો પહેલાથી જ શેર કરી છે, જે તેની ડિઝાઇન અને કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ વિશે સંકેત આપે છે.

Kia દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી Kia EV3 આ વર્ષના અંતમાં સેલિંગ માટે ઉપલબ્ધ થશે. કાર લોન્ચની ગ્લોબલ પ્રીમિયર ઇવેન્ટ 23 મેના રોજ યોજાવાની છે અને તેનું લાઇવ ટેલિકાસ્ટ કિયા વર્લ્ડવાઇડ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. આ કાર ભારતમાં વેચાઈ રહેલી Kia Carens MPVથી પ્રેરિત હોઈ શકે છે.

કેટલી હશે કિંમત?


આ મોડલની કિંમત 35,000થી 50,000 ડોલરની વચ્ચે હોવાની શક્યતા છે. જો કે, બ્રાન્ડ દ્વારા હજુ સુધી આ માહિતીને કન્ફોર્મ કરવામાં આવી નથી. ગયા વર્ષે લોસ એન્જલસ ઓટો શો દરમિયાન e-SUVનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એવી આશા છે કે આ ઇલેક્ટ્રિક SUV પણ ભારતીય બજારમાં આવી શકે છે. જો કે, કંપનીએ હજુ સુધી આ સંબંધિત કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

બેટરી અને સીરીઝ

Kia EV3 ને 40-45 kWh નું બેટરી પેક મળવાની સંભાવના છે, જે કસ્ટમરને એક વાર ચાર્જ કરવા પર 400થી 450 કિમીની રેન્જ આપી શકે છે.

આ પણ વાંચો-Tips And Tricks: કારેલાની કડવાશ પળવારમાં થશે દૂર, આ ટીપ્સ કરો ફોલો

MoneyControl News

MoneyControl News

First Published: May 13, 2024 4:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.