ઓટો સેક્ટરમાં સપ્ટેમ્બર મહિને મચાવી ધમાલ: હ્યુન્ડાઇની રેકોર્ડ બ્રેક સેલ્સ, મહિન્દ્રા 15% અને JSW MG મોટરમાં 19%નો ઉછાળો | Moneycontrol Gujarati
Get App

ઓટો સેક્ટરમાં સપ્ટેમ્બર મહિને મચાવી ધમાલ: હ્યુન્ડાઇની રેકોર્ડ બ્રેક સેલ્સ, મહિન્દ્રા 15% અને JSW MG મોટરમાં 19%નો ઉછાળો

સપ્ટેમ્બર 2026માં ભારતીય ઓટો સેક્ટરમાં શાનદાર ગ્રોથ જોવા મળ્યો. હ્યુન્ડાઇએ સૌથી વધુ વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો. જાણો મહિન્દ્રા અને MG મોટરના લેટેસ્ટ આંકડા.

અપડેટેડ 05:00:27 PM Oct 01, 2026 પર
Story continues below Advertisement
દેશની દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રાએ પણ સપ્ટેમ્બરમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કંપનીએ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં વેચાણમાં 15 ટકાનો સીધો ઉછાળો નોંધાવ્યો છે.

Auto sector sales September : ભારતીય ઓટો સેક્ટર માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ શાનદાર અને ઉત્સાહજનક રહ્યો છે. દેશની ટોચની વાહન નિર્માતા કંપનીઓએ સપ્ટેમ્બર 2026 માં જબરદસ્ત વેચાણ નોંધાવ્યું છે. એક તરફ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અત્યાર સુધીની સૌથી વધુ માસિક સેલ્સનો રેકોર્ડ બનાવ્યો છે, તો બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને JSW MG મોટર ઇન્ડિયાએ પણ વાર્ષિક ધોરણે વેચાણમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે.

ચાલો જાણીએ કઈ કંપનીએ કેટલા વાહનો વેચ્યા અને કેવો રહ્યો તેમનો ગ્રોથ

હ્યુન્ડાઇએ બનાવ્યો વેચાણનો નવો રેકોર્ડ

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા માટે સપ્ટેમ્બર 2026 ઐતિહાસિક સાબિત થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ તેમની અત્યાર સુધીની સૌથી વધુ માસિક વેચાણ છે. આ અગાઉ જુલાઈ 2026 માં કંપનીએ પોતાનો છેલ્લો સેલ્સ રેકોર્ડ બનાવ્યો હતો.

કુલ વેચાણ: સપ્ટેમ્બર 2026માં કંપનીએ કુલ 77,916 વાહનો વેચ્યા છે, જે ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં 10.8 ટકા વધુ છે.


સ્થાનિક વેચાણ: ભારતીય બજારમાં 57,166 યુનિટ્સ વેચાયા છે, જેમાં વાર્ષિક ધોરણે 10.9 ટકાનો વધારો થયો છે.

નિકાસ : વિદેશમાં 20,750 વાહનોની નિકાસ કરવામાં આવી છે, જે 10.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું શાનદાર પ્રદર્શન (15%નો ગ્રોથ)

દેશની દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રાએ પણ સપ્ટેમ્બરમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કંપનીએ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં વેચાણમાં 15 ટકાનો સીધો ઉછાળો નોંધાવ્યો છે.

કુલ વેચાણ: મહિન્દ્રાએ સપ્ટેમ્બરમાં કુલ 1,14,874 વાહનોનું વેચાણ કર્યું છે.

SUV સેગમેન્ટ: યુટિલિટી વ્હીકલ એટલે કે SUV સેગમેન્ટમાં કંપનીએ ભારતમાં 64,092 યુનિટ્સ વેચ્યા છે (14 ટકાનો વધારો).

કોમર્શિયલ વાહનો: ઘરેલુ કોમર્શિયલ વાહનોનું વેચાણ 30,420 યુનિટ રહ્યું છે, તેમાં પણ 14 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.

ખાસ વાત એ છે કે, મહિન્દ્રાની ઈલેક્ટ્રિક ઓરિજિન SUV લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં 1 લાખ યુનિટ્સનું બિલિંગ પૂર્ણ થઈ ગયું છે.

JSW MG મોટર ઇન્ડિયાના વેચાણમાં 19% નો ઉછાળો

JSW MG મોટર ઇન્ડિયાએ પણ સપ્ટેમ્બર મહિનામાં ગ્રાહકોને આકર્ષવામાં મોટી સફળતા મેળવી છે.

કંપનીએ સપ્ટેમ્બર 2026 માં પોતાના ડીલર્સને 8,018 વાહનોનું જથ્થાબંધ વેચાણ કર્યું છે. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ આ આંકડો 19 ટકા વધારે છે. કંપનીનું કહેવું છે કે તેમના નવા પ્રોડક્ટ્સને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં જ લોન્ચ થયેલી નવી કાર 'MG હેક્ટર ટોમાહોક EV'અને PHEV કંપનીના આ શાનદાર પ્રદર્શનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કંપનીએ ડીલર્સ અને ગ્રાહકોને આ નવી કારની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો-El Nino effect: અલ નીનોની અસરથી બગડશે ઘરનું બજેટ! ચોખા, તુવેર દાળ અને ખાદ્યતેલના ભાવે આપ્યા મોંઘવારીના મોટા સંકેત

MoneyControl News

MoneyControl News

First Published: Oct 01, 2026 5:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.