Tata Punch: ટાટા મોટર્સની સબ-કોમ્પેક્ટ SUVની સફળતાની ઉજવણી કરી. ટાટા પંચને ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તે અનેક મહિનાઓ સુધી ભારતની ટોપ-સેલિંગ કાર રહી છે.
ટાટા પંચને ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તે અનેક મહિનાઓ સુધી ભારતની ટોપ-સેલિંગ કાર રહી છે.
Tata Punch: ટાટા મોટર્સની પોપ્યુલર સબ-કોમ્પેક્ટ SUV પંચે લોન્ચના માત્ર 4 વર્ષમાં 6 લાખ યુનિટના પ્રોડક્શનનો આંકડો પાર કરી નવો ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ ટાટા મોટર્સ માટે માત્ર એક મોટી સફળતા નથી, પરંતુ ભારતના ગ્રાહકોના વિશ્વાસનું પણ પ્રતીક છે. કંપનીએ આ સફળતાને ‘ઈન્ડિયા કી SUV’ ટેગલાઈન સાથે ઉજવી છે. NCR વિસ્તારે પંચના કુલ પ્રોડક્શનમાં 13%નું યોગદાન આપ્યું છે, જે તેને સૌથી વધુ પસંદગી મેળવનારા વિસ્તારોમાં સામેલ કરે છે.
લોન્ચથી લઈને પોપ્યુલરતા સુધી
ટાટા પંચને ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તે અનેક મહિનાઓ સુધી ભારતની ટોપ-સેલિંગ કાર રહી છે. વર્ષ 2024માં તે દેશની સૌથી વધુ વેચાતી કાર બની. ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર, પંચને દેશના દરેક ખૂણેથી શાનદાર પ્રતિસાદ મળ્યો છે. આ SUV ભરોસો, સ્ટાઈલ અને સ્માર્ટ પસંદગીનું પ્રતીક બની ગઈ છે.
પંચના ગ્રાહકોમાં 24% ટિયર 1 શહેરો, 42% ટિયર 2 અને 34% ટિયર 3 શહેરોના લોકો સામેલ છે. પેટ્રોલ અને CNG મોડેલ ખરીદનારા મોટાભાગના ગ્રાહકો પહેલી વખત કાર ખરીદે છે. Punch EV ખરીદનારાઓમાં 25% મહિલાઓ છે, જે તેની યુનિક ડિઝાઈન અને અપીલ દર્શાવે છે.
સુરક્ષા અને ટેક્નોલોજીમાં નંબર વન
પંચ પેટ્રોલ, CNG અને ઈલેક્ટ્રિક એમ ત્રણ પાવરટ્રેન ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે. તેના ICE (Internal Combustion Engine) અને EV વેરિયન્ટ્સને Global NCAP અને Bharat NCAP બંનેમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળી છે, જે તેને સેગમેન્ટની સૌથી સુરક્ષિત કાર બનાવે છે.
બજારમાં દબદબો
ટાટા મોટર્સના કુલ પેસેન્જર વ્હીકલ વેચાણમાં પંચનો હિસ્સો 36% છે. તો સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પંચનો માર્કેટ શેર 38% છે. આ આંકડાઓ દર્શાવે છે કે પંચ માત્ર સ્ટાઈલિશ નથી, પરંતુ વેચાણની દૃષ્ટિએ પણ સુપરહિટ છે.
કિંમત અને ઈન્જન વિકલ્પો
પેટ્રોલ અને CNG: ટાટા પંચના ICE મોડેલની એક્સ-શોરૂમ કિંમત 6 લાખથી શરૂ થઈને 10.32 લાખ રૂપિયા સુધી જાય છે.
પેટ્રોલ અને CNG મોડેલમાં 1199 ccનું ઈન્જન છે. CNG વેરિયન્ટ 72 BHP પાવર અને 103 Nm ટોર્ક આપે છે, જ્યારે પેટ્રોલ વેરિયન્ટ 87 BHP પાવર અને 115 Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં 187 mm, જે ખરાબ રસ્તાઓ માટે આદર્શ છે.
નવા ભારતનું પ્રતીક
ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના CCO વિવેક શ્રીવત્સે જણાવ્યું, “પંચ એ નવા ભારતની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે, જે આત્મનિર્ભર, નીડર અને પોતાનો રસ્તો નક્કી કરનાર છે. 6 લાખ યુનિટનો આંકડો માત્ર મેન્યુફેક્ચરિંગ માઈલસ્ટોન નથી, પરંતુ 6 લાખ ભારતીયોના વિશ્વાસનું પ્રમાણ છે.”