ભાજપ નેતા અને દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મિથુનને હવે Y-Plus સુરક્ષા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ મિથુન ચક્રવર્તીને પાકિસ્તાનના એક ગેંગસ્ટર દ્વારા સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હતી. પાકિસ્તાની ડોન શહેઝાદ ભટ્ટીએ એક વીડિયો સંદેશમાં તેને ધમકી આપી હતી કે જો તે તેની કથિત મુસ્લિમ વિરોધી ટિપ્પણી માટે 10-15 દિવસમાં માફી નહીં માંગે તો તેના ગંભીર પરિણામો આવશે.