ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલના બજારનો વિકાસ આગળ જતાં ઘણો સારો થવાનો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે દેશના EV સેક્ટરમાં 2023 સુધીમાં લગભગ 5 કરોડ નોકરીઓનું સર્જન થશે. ગડકરીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતીય ઈલેક્ટ્રિક વ્હીકલનું બજાર 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. પીટીઆઈના સમાચાર મુજબ, કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ફાઈનાન્સ માર્કેટનું કદ 4 લાખ કરોડ રૂપિયાની આસપાસ હશે.


