ચીન દ્વારા તિબ્બતમાં યારલુંગ ત્સાંગપો નદી (જે ભારતમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે) પર બનાવવામાં આવી રહેલા ગ્રેટ બેન્ડ ડેમને લઈને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુવાહાટીમાં આયોજિત 'ઇન્ટરનેશનલ સેમિનાર ઓન વોટર સિક્યોરિટી, ઇકોલોજિકલ ઇન્ટિગ્રિટી એન્ડ ડિઝાસ્ટર રેઝિલિયન્સ'માં ભાગ લેતા નિષ્ણાતોએ આ ડેમને ભારત અને દક્ષિણ એશિયા માટે જળ સંકટનું કારણ ગણાવ્યું છે.

