ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા છે. અહીં તે સત્સંગ દરમિયાન નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મળી રહ્યાં છે. CM યોગી આદિત્યનાથે હાથરસ પોલીસ લાઈન્સ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ સરકારી હોસ્પિટલમાં નાસભાગની ઘટનામાં ઈજાગ્રસ્તોને મળ્યા હતા. ઇજાગ્રસ્તોની ખબર-અંતર પૂછી રહ્યાં છે.. સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.



