Gram Panchayat Election 2025 : રાજ્યમાં ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી પંચ માટે જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને ગ્રામ પંયાયતો માટેની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી અધિકારી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 22 જૂને રાજ્યની 8327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ જશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે.