Global fintech fest: નાણા પ્રધાન નિર્મળા સીતારમણે 5 સપ્ટેમ્બરે ગ્લોબલ નેતાઓને જવાબદાર ફાયનાન્શિયલ સિસ્ટમ ઊભી કરવા સહકારને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જ્યારે ફિનટેકને નવીનતા લાવવાની જરૂર છે, ત્યારે વિવિધ જોખમોનો સામનો કરવા માટે સુરક્ષામાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં બોલતા, સીતારમણે જણાવ્યું હતું કે સાયબર ધમકીઓ, ક્રિપ્ટો રેગ્યુલેશન્સ અને કરચોરી સહિતના વિવિધ ફાયનાન્શિયલ જોખમોનો સામનો કરવા માટે જવાબદાર ફાયનાન્શિયલ સિસ્ટમ બનાવવી જરૂરી છે.

