Get App

Gujarat Weather Updates: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે

Ambalal Patel Gujarat Weather Forecast: વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. તેમના મતે અમુક ભાગોમાં ચોમાસા જેવો કમોસમી વરસાદ પડશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2023 પર 3:27 PM
Gujarat Weather Updates: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશેGujarat Weather Updates: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે
ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

Gujarat Weather Updates: હવામાન નિષ્ણાંત અંબાલાલે કરેલી આગાહી જોઈએ તો તેમના મુજે આગામી દિવસોમાં ખગોળીય દ્રષ્ટિએ જોતા શુક્રના ભ્રમણના લીધે તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સ્વાતી નક્ષત્રનો શુક્ર ભારે વરસાદ કરશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ચિત્રા અને સ્વાતી નક્ષત્રની અસર ગુજરાતમાં પણ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાર વરસાદ પડવાની સંભાવના છે. દરિયા કિનારાના ભાગો એટલે કે ગિર-સોમનાથ, વેરાવળ, જામનગર ઉપરાંત અમરેલીમાં પણ વરસાદ પડશે. આ કમોસમી માવઠું સિઝનનું ભારે માવઠું હશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચમાં પણ વરસાદ પડી શકે. અમુક ભાગમાં ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે.

આ તરફ હવમાન વિભાગે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 26 નવેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદના ઝાપટા પડવાની આગાહી છે.

આ પણ વાંચો - BSNL chepapest Plan: BSNLના આ પ્લાને દરેકનું ટેન્શન વધાર્યું, દરરોજ 5 કલાક ફ્રી ઇન્ટરનેટનો કરો ઉપયોગ

બધા સમાચાર

+ વધુુ વાંચો