હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી શક્યતા, વાદળછાયું વાતાવરણ રહેશે | Moneycontrol Gujarati
Get App

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી શક્યતા, વાદળછાયું વાતાવરણ રહેશે

Gujarat Weather Forecast Today: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. પરંતુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અપડેટેડ 05:15:15 PM Dec 13, 2023 પર
Story continues below Advertisement
Gujarat Weather Forecast Today: હાલમાં સમગ્ર રાજ્યમાં શિયાળાની ઋતુ જામી છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી શક્યતા છે.

Gujarat Weather Forecast Today: હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં શિયાળાની ઋતુ જામી છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી શક્યતા છે. પવનની દિશા બદલાવાને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. પરંતુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એ જણાવ્યું છે કે, 15 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગો સુધીમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષ થવાની શકયતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાદળો પણ આવશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થાય અને અરબી સમુદ્રની હલચલ 15 ડિસેમ્બર સુધીમાં ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. 24 કલાકમાં વાદળો ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આવી શકે છે.


આગળ તેમણે કહ્યું કે આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને કારણે 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

જ્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે પરંતુ તેની કોઇ અસર ગુજરાત કે તેની આસપાસના વિસ્તારોમાં થવાની શક્યતા નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, આ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ વરસાદની કોઇ આગાહી નથી.

Breaking News: સંસદની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી 2 લોકો કૂદ્યા, જૂતામાંથી કાઢીને ગેસ છોડ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Dec 13, 2023 5:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.