gujarat heavy rain: છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં મેઘો મૂશળધાર, હજુ આગામી 24 કલાક છે અતિભારે | Moneycontrol Gujarati
Get App

gujarat heavy rain: છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં મેઘો મૂશળધાર, હજુ આગામી 24 કલાક છે અતિભારે

gujarat heavy rain: ગુજરાત માટે શનિવાર થોડો ભારે રહ્યો ત્યારે રવિવાર કેવો રહેશે તે પણ જોઇએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારનાં સવારનાં 10.30 કલાક સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

અપડેટેડ 11:13:28 AM Jul 23, 2023 પર
Story continues below Advertisement
વરસાદી આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોરમાં 11 ઇંચ. જુનાગઢ તાલુકા અને શહેરમાં 10 ઇંચ, ભાવનગરના ઉમરાલામાં 8 ઇંચ જેટલો વરસાદ, ખેરગામમાં 7.36 ઇંચ, ભાવનગના વલભીપુરમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.

gujarat heavy rain: રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આપેલા વરસાદી આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ સાથે હવામાન વિભાગે રવિવારની સવાર કેવી રહેશે અને કઇ કઇ જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે છે તે અંગેની પણ આગાહી કરી છે.

વરસાદી આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોરમાં 11 ઇંચ. જુનાગઢ તાલુકા અને શહેરમાં 10 ઇંચ, ભાવનગરના ઉમરાલામાં 8 ઇંચ જેટલો વરસાદ, ખેરગામમાં 7.36 ઇંચ, ભાવનગના વલભીપુરમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ સાથે અમદાવાદ, બોટાદ, વાગ્રા, વિસાવદર, ગણદેવી, વલભીપુર, ખંભાળિયા, મેંદરડામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, દેહગામ, ચીખલી, વંથલી, સાણંદ, ધરમપુર, મહુવા, કેશોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે 13 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.


ગુજરાત માટે શનિવાર થોડો ભારે રહ્યો ત્યારે રવિવાર કેવો રહેશે તે પણ જોઇએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર. જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દિવ, કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Independence Day 2023: સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લામાં હશે આ ખાસ મહેમાનો, ચીન સરહદના સેંકડો સરપંચોને આપવામાં આવ્યું આમંત્રણ

આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, સુરત, તાપીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 23, 2023 11:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.