Indian Air Force Agniveer Vayu Recruitment 2023: ભારતીય વાયુસેના (IAS) એ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે એક સૂચના (IAF Indian Air Force Agniveer Vayu Recruitment 2023 Notification) બહાર પાડી છે. એરફોર્સે અગ્નિવીરવાયુ (Intake 1/2024) માટે પસંદગી કસોટી માટે ઓનલાઈન અરજી કરવાની જાહેરાત કરી છે. અવિવાહિત ભારતીય પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. એરફોર્સ અગ્નિવીર માટે ઓનલાઈન અરજી કરવાની લિંક 27 જુલાઈ 2023થી ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર ઉપલબ્ધ થશે. આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

