ICC Cricket World Cup 2023 Points Table: 15 ઑક્ટોબરના થયેલા ODI મુકાબલાની બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ઈન્ડિયાની ટીમ ટૉપ પર | Moneycontrol Gujarati
Get App

ICC Cricket World Cup 2023 Points Table: 15 ઑક્ટોબરના થયેલા ODI મુકાબલાની બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ઈન્ડિયાની ટીમ ટૉપ પર

ICC Cricket World Cup 2023 Points Table: ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પ્રવેશવું એટલું સરળ નથી. વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ મેચ સાથે થઈ હતી. આ વર્લ્ડ કપમાં કુલ 48 મેચો રમાશે. આવી સ્થિતિમાં જે ટીમ નવમાંથી સાત મેચ જીતશે તેને સેમિફાઇનલમાં જગ્યા મળશે. 10 ટીમો 10 સ્થળોએ એકબીજા સામે ટકરાશે. પોઈન્ટ ટેબલ પર ટીમોનું રેન્કિંગ જુઓ, ઈન્ડિયા ટૉપ પર -

અપડેટેડ 11:36:31 AM Oct 16, 2023 પર
Story continues below Advertisement
ODI Cricket World Cup 2023 Points Table: અહીં તમને ICC ક્રિકેટ વર્લ્ડ કપનું પોઈન્ટ ટેબલ આપેલ છે.

ICC Cricket World Cup 2023 Points Table: 5 ઑક્ટોબરના ઈંગ્લેંડ વર્સિસ ન્યૂઝીલેંડ, 6 ઑક્ટોબર પાકિસ્તાન વર્સિસ નેધરલેંડ, 7 ઑક્ટોબરનો અફધાનિસ્તાન અને બાંગલાદેશના સિવાય સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટક્કર થઈ, 8 ઑક્ટોબરના ભારત વર્સિસ ઑસ્ટ્રેલિયા અને 9 ઑક્ટોબર ન્યૂઝિલેંડ વર્સિસ નેધરલેંડના શ્વાસ રોકી દેવા વાળો મેચ જોવામાં મળ્યો. આ મેચોની બાદ પોઈન્ટ્સ ટેબલમાં ઉતાર-ચઢાવ જોવાને મળી રહ્યો છે. 05 ઑક્ટોબરથી અમદાવાદ સ્ટેડિયમથી વર્લ્ડ કપ શરૂ થઈ ચુક્યો છે. ભારતમાં આયોજિત થઈ રહેલા આ ક્રિકેટના મહાકુંભમાં 46 દિવોસમાં 48 મેચ રમાશે. દુનિયાભરના અલગ-અલગ દેશોથી આવેલી 10 ટીમ, ભારતના વર્લ્ડ ક્લાસ 10 ક્રિકેટ ગ્રાઉંડ્સમાં સામસામે રમશે. એવામાં દરેક ટીમનું લક્ષ્ય સેમી ફાઈનલમાં જગ્યા બનાવાનું છે.

સેમી ફાઈનલમાં આ રીતે બનશે જગ્યા

પોઈન્ટ્સ ટેબલમાં ટૉપ ફૉર પર આવનારી ટીમોને સેમી ફાઈનલ રમવાનો મોકો મળશે. 9 માંથી ઓછામાં ઓછા 7 મેચ કોઈપણ ટીમને સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ કરવા માટે રમવાના રહેશે. માની લો કે કોઈ બે ટીમોમાં ટાઈ થઈ જાય છે તો એવામાં ટીમના વિનિંગ રેશો અને રન રેટની બદોલત પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ટૉપ પર રહેશે આ સેમી ફાઈનલમાં રમવાનો મોકો આપવામાં આવશે. જોઈએ અત્યાર સુધી પોઈન્ટસ ટેબલમાં ટીમો ની શું છે સ્થિતિ -


point table

16 ઑક્ટોબર સુધી પોઈન્ટ ટેબલમાં આવી આ અપડેટ

ઈન્ડિયા 2023 વર્લ્ડ કપને હોસ્ટ કરી રહ્યુ છે. ODI વર્લ્ડ કપ ફૉર્મેટ 50 ઓવરનું રહે છે. રાઉંડ રૉબિન મેથ્ડની મદદથી આ વખત બધા ગેમ્સ શેડ્યૂલ કરવામાં આવ્યા છે. આ વર્લ્ડનો પહેલો મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, ગુજરાતમાં ન્યૂઝીલેંડ અને ઈંગ્લેંડની વચ્ચે 05 ઑક્ટોબરના થયો. આ મુકાબલામાં ન્યૂઝીલેંડે 9 વિકેટોથી મુકાબલો જીત્યો.

06 ઑક્ટોબર પાકિસ્તાનની ટક્કર નેધરલેંડથી થઈ. પાકિસ્તના અને નેધરલેંડની વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023 નો બીજો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવ્યો. પાકિસ્તાન 81 રનોથી મેચ જીત્યુ.

07 ઑક્ટોબરના શ્રીલંકા અને સાઉથ આફ્રિકાનો મુકાબલો ઘણો વધારે દિલજસ્પ રહ્યો. સાઉથ આફ્રીકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 428 રન બનાવ્યા. શ્રીલંકાને ઘણા મોટા માર્જિન સાથે હરાવ્યુ. તેની સાથે જ પોઈન્ટ્સ ટેબલ પર સાઉથ આફ્રિકા બીજા નંબર પર પહોંચ્યુ. 07 ઑક્ટોબરના બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનની પણ ટક્કર થઈ. અફઘાનિસ્તાન આ મેચમાં 156 રનો પર જ સમેટાઈ ગયુ. જ્યારે, બાંગ્લાદેશે 34.4 ઓવર્સમાં 158 રન બનાવીને મેચ જીતી લીધો.

08 ઑક્ટોબરના ભારત બનામ ઑસ્ટ્રેલિયાના મેચમાં કેટલીક શાનદાર પારિઓ જોવાને મળી. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 199 રન બનાવ્યા. ભારતે તેના જવાબમાં 41.2 ઓવરમાં જ 201 રન બનાવીને છ વિકેટથી મેચ જીત્યો.

09 ઑક્ટોબરના ન્યૂઝીલેંડ અને નેધરલેંડની ટક્કર થઈ. ન્યૂઝીલેંડે મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર પહેલા સ્થાન પર પોતાની પોજિશન યથાવત રાખી છે. જ્યારે નેધરલેંડ આઠમાં નંબર પર સરકી ગયુ.

10 ઑક્ટોબરના સવારે સાડા દસ વાગ્યે ઈંગ્લેંડ અને બાંગ્લાદેશની વચ્ચે પહેલો મુકાબલો થયો. આ મુકાબલો ઈંગ્લેંડની ટીમે 137 રનોથી જીત્યો. 10 ઑક્ટોબરના બીજો મુકાબલો 2 વાગ્યે શ્રીલંકા અને પાકિસ્તાનની વચ્ચે થયો. આ મુકાબલમાં પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 48.2 ઓવર્સમાં 345 રન બનાવીને 6 વિકેટોથી મેચને જીત્યો અને પોઈન્ટ્સ ટેબલ પર પોતાનું બીજા નંબર પર સ્થાન પાક્કુ કરી લીધુ.

11 ઑક્ટોબરના ભારતનો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનની વિરૂદ્ઘ બીજો મુકાબલો થયો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 272 રન બનાવ્યા. ભારતે 35 ઓવરમાં 273 રન બનાવીને 8 વિકેટોથી આ મેચને જીત્યો અને હવે પોઈન્ટ્સ ટેબલ પર બીજા નંબર પર છે.

12 ઑક્ટોબરના લખનઉના ઇકાના સ્ટેડિયમમાં લખનઉના ઇકાના સ્ટેડિયમમાં બીજો મેચ થયો. ઓસ્ટ્રેલીયા 40.5 ઓવરમાં 177 રન બનાવીને હારી. જ્યારે સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ પર 311 રન બનાવી મેચ જીત્યો, હવે પોઈન્ટ્સ ટેબલ પર પહેલા નંબર પર છે.

13 ઑક્ટોબર ન્યૂઝીલેંડ વર્સિસ બાંગ્લાદેશના મેચમાં પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે ન્યૂઝીલેંડને 246 રનોનું લક્ષ્ય આપ્યુ. ન્યૂઝીલેંડની ટીમે 42.5 ઓવર્સમાં 248 રનોની સાથે આઠ વિકેટથી મેચ જીત્યો.

14 ઑક્ટોબરના ભારત વર્સિસ પાકિસ્તાનને એતિહાસિક મુકાબલો અમદાવાદના નેરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. એવામાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે ભારતને 192 રનોનું લક્ષ્ય આપ્યુ. ભારતે 30.3 ઓવરમાં જ મેચને જીતી લીધો.

15 ઑક્ટોબર ઈંગ્લેંડ વર્સિસ અફધાનિસ્તાનની વચ્ચે ઘણો રોમાંચક મુકાબલો થયો. અફધાનિસ્તાને પહેલા બેટિંગ કરતા ઈંગ્લેંડને 285 રનોનું લક્ષ્ય આપ્યુ. ત્યાર બાદમાં બેટિંગ કરવા ઉતરી ઈંગ્લિશ ટીમ 215 રનો પર જ સમેટાઈ ગઈ. તેની સાથે અફધાનિસ્તાન આ મેચ 69 રનથી જીતી.

16 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા વર્સિસ શ્રીલંકાના વર્સિસ લખનઊના અરૂણ જેટલી સ્ટેડિયમમાં થવાનો છે. બન્ને જ પોઈન્ટ ટેબલમાં ઘણા નીચે છે. સતત બે વાર હારનો સામનો કરવા આવેલી આ ટીમોનું લક્ષ્ય પહેલા જીત પર છે. આવનાર આ મેચની બાદ જોવાનું રહેશે કે ઓસ્ટ્રેલિયા એન્ટ્રી કરી શકે છે કે નહીં. ત્યારે કુસલ મેંડિસની ટીમ પોતાની પહેલી જીત દર્જ કરાવી શકશે કે પછી ઓસ્ટ્રેલિયાની આગળ નમી જશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2023 11:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.