ICC Cricket World Cup 2023 Points Table: 12 ઑક્ટોબરના થયેલ ODI મુકાબલાની બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, સાઉથ આફ્રિકાની ટીમ ટૉપ પર
ICC Cricket World Cup 2023 Points Table: ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પ્રવેશવું એટલું સરળ નથી. વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ મેચ સાથે થઈ હતી. આ વર્લ્ડ કપમાં કુલ 48 મેચો રમાશે. આવી સ્થિતિમાં જે ટીમ નવમાંથી સાત મેચ જીતશે તેને સેમિફાઇનલમાં જગ્યા મળશે. 10 ટીમો 10 સ્થળોએ એકબીજા સામે ટકરાશે. પોઈન્ટ ટેબલ પર ટીમોનું રેન્કિંગ જુઓ, સાઉથ આફ્રિકા ટૉપ પર -
ODI Cricket World Cup 2023 Points Table: અહીં તમને ICC ક્રિકેટ વર્લ્ડ કપનું પોઈન્ટ ટેબલ આપેલ છે.
ICC Cricket World Cup 2023 Points Table: 5 ઑક્ટોબરના ઈંગ્લેંડ વર્સિસ ન્યૂઝીલેંડ, 6 ઑક્ટોબર પાકિસ્તાન વર્સિસ નેધરલેંડ, 7 ઑક્ટોબરનો અફધાનિસ્તાન અને બાંગલાદેશના સિવાય સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટક્કર થઈ, 8 ઑક્ટોબરના ભારત વર્સિસ ઑસ્ટ્રેલિયા અને 9 ઑક્ટોબર ન્યૂઝિલેંડ વર્સિસ નેધરલેંડના શ્વાસ રોકી દેવા વાળો મેચ જોવામાં મળ્યો. આ મેચોની બાદ પોઈન્ટ્સ ટેબલમાં ઉતાર-ચઢાવ જોવાને મળી રહ્યો છે. 05 ઑક્ટોબરથી અમદાવાદ સ્ટેડિયમથી વર્લ્ડ કપ શરૂ થઈ ચુક્યો છે. ભારતમાં આયોજિત થઈ રહેલા આ ક્રિકેટના મહાકુંભમાં 46 દિવોસમાં 48 મેચ રમાશે. દુનિયાભરના અલગ-અલગ દેશોથી આવેલી 10 ટીમ, ભારતના વર્લ્ડ ક્લાસ 10 ક્રિકેટ ગ્રાઉંડ્સમાં સામસામે રમશે. એવામાં દરેક ટીમનું લક્ષ્ય સેમી ફાઈનલમાં જગ્યા બનાવાનું છે.
સેમી ફાઈનલમાં આ રીતે બનશે જગ્યા
પોઈન્ટ્સ ટેબલમાં ટૉપ ફૉર પર આવનારી ટીમોને સેમી ફાઈનલ રમવાનો મોકો મળશે. 9 માંથી ઓછામાં ઓછા 7 મેચ કોઈપણ ટીમને સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ કરવા માટે રમવાના રહેશે. માની લો કે કોઈ બે ટીમોમાં ટાઈ થઈ જાય છે તો એવામાં ટીમના વિનિંગ રેશો અને રન રેટની બદોલત પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ટૉપ પર રહેશે આ સેમી ફાઈનલમાં રમવાનો મોકો આપવામાં આવશે. જોઈએ અત્યાર સુધી પોઈન્ટસ ટેબલમાં ટીમો ની શું છે સ્થિતિ -
12 ઑક્ટોબરના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવાને મળ્યો. સાઉથ આફ્રિકાની ટીમે લખનઊમાં રમાયેલા વર્લ્ડ કપ 2023 ના 10 મી લીગ મેચમાં ઑસ્ટ્રેલિયાને ખરાબ રીતે હારાવી દીધુ. તેની સાથે જ સાઉથ આફ્રિકાની ટીમે વર્લ્ડ કપ 2023 ની પોઈન્ટ ટેબલમાં પહેલુ સ્થાન હાસિલ કરી લીધુ છે. આ મેચથી પહેલા ટીમ ચોથા સ્થાન પર રહી હતી.
ઈન્ડિયા 2023 વર્લ્ડ કપને હોસ્ટ કરી રહ્યુ છે. ODI વર્લ્ડ કપ ફૉર્મેટ 50 ઓવરનું રહે છે. રાઉંડ રૉબિન મેથ્ડની મદદથી આ વખત બધા ગેમ્સ શેડ્યૂલ કરવામાં આવ્યા છે. આ વર્લ્ડનો પહેલો મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, ગુજરાતમાં ન્યૂઝીલેંડ અને ઈંગ્લેંડની વચ્ચે 05 ઑક્ટોબરના થયો. આ મુકાબલામાં ન્યૂઝીલેંડે 9 વિકેટોથી મુકાબલો જીત્યો.
06 ઑક્ટોબર પાકિસ્તાનની ટક્કર નેધરલેંડથી થઈ. પાકિસ્તના અને નેધરલેંડની વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023 નો બીજો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવ્યો. પાકિસ્તાન 81 રનોથી મેચ જીત્યુ.
07 ઑક્ટોબરના શ્રીલંકા અને સાઉથ આફ્રિકાનો મુકાબલો ઘણો વધારે દિલજસ્પ રહ્યો. સાઉથ આફ્રીકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 428 રન બનાવ્યા. શ્રીલંકાને ઘણા મોટા માર્જિન સાથે હરાવ્યુ. તેની સાથે જ પોઈન્ટ્સ ટેબલ પર સાઉથ આફ્રિકા બીજા નંબર પર પહોંચ્યુ. 07 ઑક્ટોબરના બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનની પણ ટક્કર થઈ. અફઘાનિસ્તાન આ મેચમાં 156 રનો પર જ સમેટાઈ ગયુ. જ્યારે, બાંગ્લાદેશે 34.4 ઓવર્સમાં 158 રન બનાવીને મેચ જીતી લીધો.
08 ઑક્ટોબરના ભારત બનામ ઑસ્ટ્રેલિયાના મેચમાં કેટલીક શાનદાર પારિઓ જોવાને મળી. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 199 રન બનાવ્યા. ભારતે તેના જવાબમાં 41.2 ઓવરમાં જ 201 રન બનાવીને છ વિકેટથી મેચ જીત્યો.
09 ઑક્ટોબરના ન્યૂઝીલેંડ અને નેધરલેંડની ટક્કર થઈ. ન્યૂઝીલેંડે મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર પહેલા સ્થાન પર પોતાની પોજિશન યથાવત રાખી છે. જ્યારે નેધરલેંડ આઠમાં નંબર પર સરકી ગયુ.
10 ઑક્ટોબરના સવારે સાડા દસ વાગ્યે ઈંગ્લેંડ અને બાંગ્લાદેશની વચ્ચે પહેલો મુકાબલો થયો. આ મુકાબલો ઈંગ્લેંડની ટીમે 137 રનોથી જીત્યો. 10 ઑક્ટોબરના બીજો મુકાબલો 2 વાગ્યે શ્રીલંકા અને પાકિસ્તાનની વચ્ચે થયો. આ મુકાબલમાં પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 48.2 ઓવર્સમાં 345 રન બનાવીને 6 વિકેટોથી મેચને જીત્યો અને પોઈન્ટ્સ ટેબલ પર પોતાનું બીજા નંબર પર સ્થાન પાક્કુ કરી લીધુ.
11 ઑક્ટોબરના ભારતનો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનની વિરૂદ્ઘ બીજો મુકાબલો થયો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 272 રન બનાવ્યા. ભારતે 35 ઓવરમાં 273 રન બનાવીને 8 વિકેટોથી આ મેચને જીત્યો અને હવે પોઈન્ટ્સ ટેબલ પર બીજા નંબર પર છે.
12 ઑક્ટોબરના લખનઉના ઇકાના સ્ટેડિયમમાં લખનઉના ઇકાના સ્ટેડિયમમાં બીજો મેચ થયો. ઓસ્ટ્રેલીયા 40.5 ઓવરમાં 177 રન બનાવીને હારી. જ્યારે સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ પર 311 રન બનાવી મેચ જીત્યો, હવે પોઈન્ટ્સ ટેબલ પર પહેલા નંબર પર છે.
13 ઑક્ટોબરના ન્યૂઝીલેંડ અને બાંગ્લાદેશની વચ્ચે આ ODI વર્લ્ડ કપનો ત્રીજો મેચ થવા જઈ રહ્યો છે. ચેન્નઈના ચેપૉકના એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં બન્ને ટીમોની ટક્કર થશે. જ્યાં ન્યૂઝિલેન્ડ અત્યાર સુધીના મુકાબલામાં જીતતુ આવ્યુ છે અને પોઇન્ટ ટેબલ પર બીજ નંબરે છે. જ્યારે બાંગલાદેશના એક મેચ જીત્યુ છે તો એક મેચ હાર્યુ છે. આજે થવા વાળા આ મુકાબલાની બાદ જોવાનું રહેશે કે ન્યૂઝીલેન્ડ પોતાની જીતનો સિલસિલો યથાવત રાખી શકે છે કે પછી હાર માની લેશે. બાંગ્લાદેશની ટીમ એન્ટ્રી કરી શકે છે કે નહીં.