Get App

છેલ્લા 24 કલાકમાં મેઘાની ધમાકેદાર બેટિંગ.. 176 તાલુકામાં નોંધાયો ભારેથી લઇ અતિભારે વરસાદ

Gujarat Weather Forecast: સુત્રાપાડામાં સૌથી વધુ 541mm સાથે 24 કલાકમાં 176 તાલુકાઓમાં થઈ મેઘમહેર, રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી, જેમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો. આ સિવાય સુરત, વલસાડમાં પણ ભારે વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રના ગીર સોમનાથના સુત્રાપાડા, વેરાવળ અને તલાલામાં આભ ફાટવા જેવી ઘટના બની. આગામી સમયમાં પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 19, 2023 પર 1:50 PM
છેલ્લા 24 કલાકમાં મેઘાની ધમાકેદાર બેટિંગ.. 176 તાલુકામાં નોંધાયો ભારેથી લઇ અતિભારે વરસાદછેલ્લા 24 કલાકમાં મેઘાની ધમાકેદાર બેટિંગ.. 176 તાલુકામાં નોંધાયો ભારેથી લઇ અતિભારે વરસાદ
24 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 541mm (21.2 ઈંચ) વરસાદ થયો છે, આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં 481mm (18.9 ઈંચ), તલાલામાં 299mm (11.7 ઈંચ), રાજકોટના ધોરાજીમાં 295mm (11.6 ઈંચ), ગીર સોમનાથના કોડિનારમાં 218mm (8.5 ઈંચ) વરસાદ થયો છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત થઈ ગઈ છે, જેમાં રાજ્યભરમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 22 ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે.

પાછલા 24 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 541mm (21.2 ઈંચ) વરસાદ થયો છે, આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં 481mm (18.9 ઈંચ), તલાલામાં 299mm (11.7 ઈંચ), રાજકોટના ધોરાજીમાં 295mm (11.6 ઈંચ), ગીર સોમનાથના કોડિનારમાં 218mm (8.5 ઈંચ) વરસાદ થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો