Delhi-Meerut Rapid Rail: ભારતને તેની પ્રથમ રેપિડ ટ્રેન (RAPIDX)ની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત વસુંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશન પરથી 'નમો ભારત'ને લીલી ઝંડી બતાવી. PM મોદીએ શુક્રવારે સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી RapidX ટ્રેનને લીલી ઝંડી બતાવી, દેશની પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ની શરૂઆત કરી. આ ભારતની પ્રથમ RapidX ટ્રેન છે, જેને 'નમો ભારત' તરીકે ઓળખવામાં આવશે. ઉદ્ઘાટન બાદ હવે સામાન્ય મુસાફરો પણ 21 ઓક્ટોબરથી આ ટ્રેનમાં મુસાફરીનો આનંદ ઉઠાવી શકશે.

